રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન - કરણ જોહરે આપી વિચિત્ર ગિફ્ટઃ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની બધાને જ એ જાણવાની ઈંતજારી છે કે દિવસે દીપિકા શું પહેરવાની છે. પરંતુ સાથે સાથે લોકો રણવીર સિંહ શું પહેરવાનો છે તેની પણ મજાક ઉડાવી રહ્યા છે. રણવીર સિંહ તેના અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતો છે. રણવીર તેના લગ્નના દિવસે ઘાઘરો પહેરશે એવા મીમ્ઝ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. હવે ચર્ચા એવી છે કે રણવીર સિંહને કરણ જોહરે એક અતરંગી વસ્તુ ગિફ્ટ કરી છે. 3.5 લાખનો ટ્રેક સૂટઃ કરણ જોહર રણવીર સિંહ માટે એક ખૂબ જ રંગબેરંગી ટ્રેકસૂટ ખરીદી લાવ્યો છે. નવાઈની વાત એ છે કે આ વિચિત્ર ટ્રેકસૂટની કિંમત 3.5 લાખ રૂપિયા છે. કરણ જોહર વિચિત્ર આઉટફિટ્સ ખરીદવાનો શોખીન છે પરંતુ તેને ઘરે આવીને જ્યારે લાગે કે તે આ આઉટફિટ્સ કેરી નહિં કરી શકે ત્યારે કરણ તે આઉટફિટ્સ રણવીર સિંહને મોકલાવી દે છે.