શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (11:12 IST)

એક્ટિંગથી દૂર રહેનારા કિશોર કુમારે જ્યારે કરી કોમેડી, આ ફિલ્મોએ મચાવી ધમાલ

બોલીવુડમાં કલાકારોની ભરમાર છે, પરંતુ તેમા કદાચ જ કોઈ કલાકાર એવો હશે જે કિશોર કુમારની જેમ બહુમુખી પ્રતિભાનો માલિક હોય. કિશોર કુમારનો અભિનય એકબાજુ લોકોને હસાવે છે તો બીજી બાજુ તેમના દર્દ ભર્યા ગીત આંખો ભીની કરવાની કલા ધરાવે છે. તેમની ગાયકીની લોકપ્રિયતા એવી છે કે આજના બધા યુવા ગાયકોએ તેમની શૈલી અપનાવી છે. 

જ્યારે તેમના સમયના અભિનેતા ગંભીર પાત્રના રૂપમાં પોતાનો અભિનયથી લોકોના મનમાં વસી રહ્યા હતા, એવા સમયમાં કિશોર દા એ હાસ્ય અભિનેતાના રૂપમાં એવા પાત્ર ભજવ્યા જેના દ્વારા તેઓ પોતાની મિસાલ પોતે બની ગયા. 

જૂની હિંદી ફિલ્મોમાં સામાન્ય રીતે કોમેડિયનનો એક પાત્ર રહેતુ હતુ, જે વાર્તાની સાથે સાથે ચાલતુ હતુ. એક જમાનામાં ગોપ, યાકૂબ, મુકરી, ધૂમલ, મહેમૂદ, જગદીપ, જોની વોકર જેવા કલાકાર એ જ પાત્રના દમ પર હિંદી ફિલ્મ જગતમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહે. 

એ જમાનાની ફિલ્મોમા હીરો, હીરોઈન અને હાસ્ય કલાકારોની પોતાની એક હદ રહેતી હતી, પરંતુ કિશોર કુમારે આ હદની બહાર નીકળીને ફિલ્મની મુખ્ય ભૂમિકામાં રહીને હાસ્ય અભિનયના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. 

કિશોર દા એ 'ચલતી કા નામ ગાડી', 'ઝુમરુ' 'હાફ ટિકિટ' અને 'પડોશન' જેવા હિટ ફિલ્મોમાં નાયક અને હાસ્યની વચ્ચે એવો તાલમેલ બેસાડ્યો કે પાછળના દિવસોમાં બોલીવુડનો એક ટ્રેડ બની ગયો. તેમના ગીતની શૈલી પણ સમય કરતા આગળ હતી. 

કિશોર કુમારને ગાયક બનવાની તક જાણીતા સંગીતકાર એસડી બર્મને આપી. ફિલ્મ 'મશાલ'ની શૂટિંગ દરમિયાન તેમણે બોલીવુડ સુપરસ્ટાર અશોક કુમારના ભાઈ કિશોર કુમારને કે એલ સહગલના અંદાજમાં રિયાજ કરતા જોયા તો તેમણે કિશોરને કોઈની નકલ કરવાને બદલે પોતાની જુદી શૈલી વિકસિત કરવાની સલાહ આપી. 

કિશોર કુમારે તેમની સલાહને દિલથી માની અને પોતાની ગાયકીથી ચારેબાજુ ધમાલ મચાવી દીધી તેમણે પોતાનો એક એવો અંદાજ બનાવ્યો, જેને તેમના પછી દરેક ગાયકે અપનાવવાની કોશિશ કરી. આશા ભોંસલે, કિશોર કુમાર અને એસડી બર્મનની તિકડીની સફળતાથી તો સૌ કોઈ પરિચિત છે. 

'પેઈંગ ગેસ્ટ' ફિલ્મનુ ગીત 'છોડ દો આંચલ..' આજે પણ ક્યાંક સંભળાય તો પગ થંભી જાય છે અને 'ચલતી કા નામ ગાડી' નુ 'પાંચ રૂપૈયા બારહ આના' પણ દરેકને હસાવે છે. 

સંગીતકાર રાહુલ દેવ બર્મન અને સાથે કિશોર કુમારની ગાયકી બુલંદી પર પહોંચી. 'આરાધના' ફિલ્મનુ ગીત 'રૂપ તેરા મસ્તાના'ને માટે કિશોર દા ને ફિલ્મ ફેયર પુરસ્કાર મળ્યો. પછી તો પુરસ્કારોની લાઈન લાગી ગઈ. તેમણે સાત ફિલ્મફેયર એવોર્ડ જીત્યા. 

સત્તરના દશકામાં બધા નાયકોએ તેમણે પોતાનો અવાજ આપ્યો. રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર અને ઋષિ કપૂરને હિટ બનાવવામાં તેમના ગીતોનુ અમૂલ્ય યોગદાન હતુ. 

એસડી બર્મન ઉપરાંત કિશોર કુમારે પોતાન જમાનાના લગભગ બધા સંગીતકારોની સાથે કામ કર્યુ અને સદાબહાર ગીતો આપ્યા. લક્ષ્મીકાંત પ્યારેલાલની સાથે 'મેરે મહેબૂબ કયામત હોગી'(મિસ્ટર એક્સ ઈન બોમ્બે) 'મેરે નસીબ મે યે દોસ્ત તેરા પ્યાર નહી'(દો રાસ્તે), 'યે જીવન હૈ'(પિયા કા ઘર) અને કોણ જાણે કેટલા દિલમાં વસી જનારા ગીતો આપ્યા, જે આજે પણ લોકોના મોઢા પર છે. 

ગીતની સાથે કિશોર દા એ ફિલ્મ નિર્માણમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યુ. તેમણે 1961માં 'ઝુમરુ' બનાવી. આ ફિલ્મમાં તેમણે અભિનય કર્યો, ગીત લખ્યા, સંગીત આપ્યુ. 1964માં તેમણે ગંભીર ફિલ્મ 'દૂર ગગન કી છાવ મેં' બનાવી. આ ફિલ્મમાં તેમણે એક ગૂંગા અને બહેરા પુત્રના પિતાનુ પાત્ર ભજવ્યુ. પુત્રના રોલમાં તેમના પુત્ર અમિત કુમાર હતા. આ ફિલ્મની સમીક્ષકોએ ઘણી પ્રશંસા કરી. 

કિશોર દાએ પોતાના પ્રશંસકોને પોતાની અલ્લડ અવાજ આપી, હાસ્ય અને ગંભીર અભિનય આપ્યો, ઘણી ફિલ્મો આપી અને પુષ્કળ મનોરંજન કર્યુ. જીંદાદીલી બાબતે કિશોર કુમાર કાયમ કિશોર રહ્યા અને અમર થઈ ગયા.