મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2024 (16:01 IST)

Nitin Chauhan Death: ક્રાઈમ પેટ્રોલ અભિનેતા નિતિન ચૌહાણનુ મોત, 35 વર્ષની વયે કરી આત્મહત્યા

Nitin Chauhan Death: રિયાલિટી શો સ્પિલ્ટ્સવિલા અને ક્રાઈમ પેટ્રોલ દ્વારા ફેમસ થયેલા નીતિન ચૌહાણનુ મોત થયુ છે અને આ સમાચાર દરેકને હેરાન કરી રહ્યા છે. કારણ કે તેઓ ફક્ત 35 વર્ષના હતા.  જો કે અત્યાર સુધી આ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે તેમના મોતનુ કારણ શુ છે.  નિતિનની ફેમિલી કે પછી પોલીસ તરફથી અત્યાર સુધી કોઈ માહિતી સામે  આવી નથી. ઉલ્લેખનીય છે કે નીતિનના અચાનક  આમ જતા રહેવાથી તેમના બધા ચાહકો દુખી છે. નિતિન ના પૂર્વ સહ કલાકારે કથિત રૂપે તેમની આત્મહત્યાની માહિતી આપી.  
 
નિતિનનુ 35 વર્ષની વયે થયુ નિધન 
નિતિન અલીગઢ યૂપીના રહેનારા હતા અને અભિનેતાએ 35 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ઉલ્લેખનીય છે કે દાદાગીરી 2' જીત્યા બાદ નીતિનને મોટી ઓળખ મળી. આ ઉપર તે એમટીવીના 'સ્પ્લિટ્સવિલા 5', 'ઝિંદગી ડોટ કોમ', 'ક્રાઈમ પેટ્રોલ' અને 'ફ્રેન્ડ્સ' જેવા ઘણા શોમાં જોવા મળી છે. નીતિન છેલ્લે 2022 માં SAB ટીવીના ડેલી સો તેરા યાર હૂં મેં માં જોવા મળ્યો હતો.
 
શુ નિતિને સુસાઈડ કર્યુ ?
બીજી બાજુ આ શો ના તેમના કો એક્ટર્સ સુદીપ સાહિર અને સાયંતની ઘોષે તેમના નિદનના સમાચાર આપ્યા અને તેમના પોસ્ટ પરથી ફેંસ એ ધારણા કરી રહ્યા છે કે અભિનેતાએ સુસાઈડ કર્યુ છે. વિભૂતી ઠાકુરે દિવંગત અભિનેતા નીતિન સાથે પોતાની એક તસ્વીર શેયર કરતા લખ્યુ રેસ્ટ ઈન પીસ માઈ ડિયર. હુ હકીકતમા હેરાન અને દુખી છુ.  કાશ તમારી પાસે બધી પરેશાનીઓનો સામનો કરવાની તાકત રહેતી. કાશ તુ તારા શરીર મુજબ માનસિક રીતે પણ મજબોત હોત. અભિનેતા સુધીપ સાહિરે પણ ઈસ્ટાગ્રામ પર પોતાના કો-એક્ટરને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યુ 'રેસ્ટ ઈન પીસ દોસ્ત'