સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (12:19 IST)

વધશે બચ્ચન પરિવારની મુશ્કેલીઓ ? એશ્વર્યા રાયને પનામા પેપર્સ લીક મામલે EDનુ સમન

પનામા પેપર્સ લીક (Panama Paper Leak)મામલે એશ્વર્યા રાય બચ્ચનને પ્રવર્તન નિદેશાલય (ED)સામે રજુ થવા માટે સમન મોકલ્યુ છે. તેમણે આ પહેલા બે અવસર પર રજુઆત માટે સમયની માંગ કરી હતી. પનામા પેપર્સની તપાસ કરી રહેલ વિશેષ તપાસ દળ સમક્ષ સ્થગનની અરજી દાખલ કરવામાં આવી હતી. 
 
આ પહેલા ઈડીએ એશ્વર્યના પતિ અને ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનની પૂછપરછ કરી હતી કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ સૂત્રોએ કહ્યુ કે આ મામલે જલ્દી જ અમિતાભ બચ્ચનની પણ પૂછપરછ થઈ શકે છે. 
 
પનામા પેપર્સ મામલે ઈડીની પૂછપરછથી અમિતાભ બચ્ચન પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે. ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા રાયની દિલ્હીમાં પૂછપરછ કરી શકાય છે. ઉલ્લેખનીય છે તમને જણાવી દઈએ કે પનામા પેપર્સ મામલે ભારતના લગભગ 500 લોકો સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમા દેશના અનેક નેતા, અભિનેતા, બિઝનેસમેન સહિત અનેક ચર્ચિત લોકોનો સમાવેશ છે. 
 
પનામા પેપર્સ કાંડ ત્રણ એપ્રિલ 2016ના રો શરૂ થયુ જ્યારે કંપનીની ડિઝિટલ આર્કાઈવ્સથી લગભગ 1.15 કરોડ ફાઈલ લીક થઈ ગઈ. આ પેપર્સ લીક કાંડને બે દેશોના શાસનાધ્યક્ષોને પદ પરથી હટવા મજબૂર કર્યા જ્યારે કે અન્ય અનેક મોટી હસ્તિયોની સાખ ખરાબ કરી દીધી. લીક થયેલી ફાઈલો જર્મનીના છાપા એસજેડને મળી હતી. જ્યારબાદ તેને ઈંટરનેશનલ કસોર્ટિયમ ઓફ ઈંવેસ્ટિગેટિવ જર્નલિસ્ટને સોંપી દેવામાં આવી હતી. 
 
પાકિસ્તાનની અદાલતે નવાજ શરીને અયોગ્ય જાહેર કર્યા 
 
આ લીક કાંડને કારણે આઈસલેંડના પ્રધાનમંત્રી સિગ્મુંદુર ડેવિડ ગુનલૉગસને રાજીનામુ આપવુ પડ્યુ હતુ. જ્યારે કે પાકિસ્તાનની કોર્ટે તત્કાલિન પ્રધાનમંત્રી નવાજ શરીફને ટોચના રાજનીતિક પદ માટે અયોગ્ય જાહેર કર્યા. આ લીક કાંડમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કૈમરૂન, ફુટબોલ સ્ટાર લિઓનલ મેસ્સી, અર્જેંટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માસરી વગેરેના નામ પણ આવ્યા છે. અમેરિકાની સેન્ટર ફોર પબ્લિક ઈંટેગ્રિટિના મુજબ તેને લઈને 79 દેશમાં ઓછામાં ઓછા 150 તપાસ ચાલી રહી છે.