રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 10 જુલાઈ 2020 (13:43 IST)

પ્રભાસની રાધે શ્યામનુ ફર્સ્ટ લુક રિલીઝ થયુ, પૂજા હેગડે સાથે જોવા મળી રોમાંટિક કેમિસ્ટ્રી

પ્રભાસના ફેંસની આતુરતાનો છેવટે અંત આવ્યો છે. બાહુબલી ફેમ એક્ટરે પોતાની અપકમિંગ ફિલ્મના ટાઈટલ અને લુક પોસ્ટરની ચોખવટ કરી દીધી છે. આ ફિલ્મનુ નામ રહેશે રાધે શ્યામ, લુક પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા હેગડેની રોમાંટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. 
 
પ્રભાસ 20ના ટાઈટલનુ એલાન 
 
આ ફિલ્મને હજુ સુધી પ્રભાસ 20ના નામથી એડ્રેસ કરવામાં આવી રહ્યુ હતુ. હવે પ્રભાસની રોમાંટિક ડ્રામાનુ ટાઈટલ મળી ગયુ છે.  જુદી જુદી ભાષાઓમાં ફિલ્મ રાધે શ્યામના 5 પોસ્ટર રજુ કરવામાં આવ્યા છે. રાધે શ્યામની 4 ભાષાઓમાં રજુ કરવામાં આવશે.  જેમા હિંદી પણ સામેલ છે. આ મૂવી સિનેમાઘરમાં વર્ષ 2021માં આવશે.  રાધે શ્યામ એક બિગ બજેટ મૂવી છે. પ્રભાસે ઈસ્ટા પર મૂવીના પોસ્ટર શેયર કર્યા છે. 
આ પોસ્ટરમાં, જ્યાં પ્રભાસ સુટેડ બૂટેડ લુકમાં સુંદર દેખાઈ રહ્યા છે. તો બીજી બાજુ રેડ ગાઉનમાં પૂજા હેગડે ગ્લેમરસ લાગી રહી છે. આ પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા રોમેન્ટિક ડાન્સ માટે પોઝ આપી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં એક પૂર અથવા પાણીનુ મોજુ દેખાય રહ્યુ છે.  ચાહકોને પોસ્ટર ખૂબ પસંદ આવી રહ્યું છે. આ મૂવીનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે. પહેલીવાર ફેંસને પ્રભાસ અને પૂજાની જોડી ઓન-સ્ક્રીન પર જોવા મળશે
 
પ્રભાસ અને પૂજા હેગડે ઉપરાંત આ ફિલ્મમાં  પ્રિયદર્શી, ભાગશ્રી પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવતાં જોવા મળશે. અગાઉ રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ 'સાહો'  બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ મલ્ટિસ્ટારર ફિલ્મ ફ્લોપ જવાથી મેકર્સને ઘણું નુકશના ઉઠાવવુ પડ્યુ હતું. સાહો એક એક્શન મૂવી હતી. પ્રભાસે તે દિવસોમાં પોતાના ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સાહો પછી રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવા માંગે છે. હવે 2021 માં પ્રશંસકોને પ્રભાસનો રોમેન્ટિક અંદાજ  જોવા મળશે.