રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 માર્ચ 2024 (18:42 IST)

Priyanka Chopra In Ayodhya: પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે અયોધ્યા પહોંચી પ્રિયંકા ચોપરા, ટ્રેડીશનલ લુકમાં જોવા મળ્યું કપલ

Priyanka Chopra At Ayodhya
Priyanka Chopra At Ayodhya
Priyanka Chopra At  Ayodhya: બોલીવુની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી. થોડા દિવસ પહેલા જ ઈન્ડીયા પરત ફરેલી પ્રિયંકા આજે પતિ નીક જોનાસ અને પુત્રી મૈરી માલતી જોનાસ સાથે અયોધ્યા પહોચી.  રામ જન્મભૂમિથી અભિનેત્રીની પરિવાર સાથે તસ્વીરો સામે આવી ગઈ છે.  
 
પ્રિયંકાની સાથે તેની માતા મધુ ચોપરા પણ અયોધ્યા ગઈ છે. પ્રિયંકાના પરિવારના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા પીળા રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ નિક જોનાસ પણ સફેદ રંગના કુર્તા-પાયજામામાં  ટ્રેડીશનલ લુકમાં જોવા મળ્યો હતો.

 
રામની નગરીમાં પહોંચેલી પ્રિયંકા અને તેના પરિવારનું રામનામી ગમછા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પુત્રી સહિત સૌએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ગળામાં રૂમાલ બાંધેલી અને કપાળ પર તિલક લગાવેલી અભિનેત્રીની તસવીરો સામે આવી છે.
 
પ્રિયંકાની મા મધુ પણ તેમની સાથે છે. સમગ્ર પરિવાર ટ્રેડીશનલ અવતારમાં છે. માતા મધુ પણ રેડ કલરની સાડી પહેરેલ જોવા મળી રહ્યા  છે. માલતી પણ ટ્રેડિશનલ અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી.