શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (16:59 IST)

સૂર્યવંશી પછી સિંઘમ 3 લાવવાની તૈયારીમાં રોહિત શેટ્ટી, કલમ 380 પર આધારિત રહેશે ફિલ્મ

રોહિત શેટ્ટી(Rohit Shetty)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)’ ની સફળતા પછી જ સિંઘમ 3 (Singham 3)’ ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. સિંઘમ (Singham) અને સિંઘમ રિટન્સ (Singham Returns) ની સક્સેસ પછી રોહિત શેટ્ટી એકવાર ફરી દર્શકોને ફરીથી લોભાવવાના છે. અજય દેવગન (Ajay Devgn) અને રોહિત શેટ્ટીના રિયલ લોકેશન પર ફિલ્મ સિંઘમ 3 ની શૂટિંગ કરશે. ફિલ્મમાં અજય દેવગન (સિંઘમ) શાંતિ માટે એંટી નેશનલ એલિમેંટ સાથે લડતા જોવા મળશે. 
 
રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીની સફળતા પછીથી જ સિંઘમ 3 ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. સિંઘમ 3 ને લઈને દરરોજ નવી માહિતી સામે આવી રહી છે. સિંઘમ 3 ને પોલીસ કૉપ શ્રેણીનો જ ભાગ માનવામાં આવી રહ્યો છે. ફિલ્મના ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યુ છે. અને મેકર્સ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે તૈયાર છે. 
 
સિંઘમ 3 ની સ્ટોરીના તાર સૂર્યવંશી સાથે જોડાશે. ફિલ્મ સાચી સ્ટોરીઓને જોડીને બનાવાશે. રિપોર્ટ્સ મુજબ સિંઘમ 3 ની સ્ટોરીથી ત્યાથેરે જ શરૂ થશે જ્યાથી સૂર્યવંશી ખતમ થઈ હતી. સિંઘમના ક્લાઈમેક્સમાં રણવીર અને અક્ષય કુમારને પણ એક્શન કરતા બતાવાશે.