રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:01 IST)

લગ્નના સવાલ પર સલમાન બોલ્યા "હજુ સુધી કોઈ યુવતીએ પ્રપોઝ જ નથી કર્યુ"

બોલીવુડના સુલ્તાન સલમાન ખાન વર્તમાન દિવસોમા ઘણી ચર્ચામાં છે. સલમાન ખાન હાલ ફિલ્મ દબંગ 3 ની શૂટિંગ કરી રહ્યા છે. જેવુ કે તમે જાણો છો કે સલમન ખાનને બોલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલર માનવામાં આવે છે. સલમાન લગભગ ત્રણ દસકાથી વધુ સમયથી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં છે. 
 
સલમાનનુ અફેયર્સ અનેક અભિનેત્રીઓ સાથે રહ્યુ. પણ સલમાનને આજે પણ એ વાતનુ દુ:ખ છે કે કોઈ પણ યુવતીએ તેમને લગ્ન માટે પ્રપોઝ ન કર્યુ. 
 
સલમાનને જ્યારે પૂછવામાં આવ્યુ કે ભારતમાં કેટરીના તમને લગ્ન માટે પ્રપોઝ કરતી દેખાઈ. તો શુ અસલ જીવનમાં ક્યારેય કોઈ યુવતીએ પ્રપોઝ કર્યુ છે. આ સવાલ પર સલમાને સ્માઈલ કરતા કહ્યુ કે, "નહી હજુ સુધી આવુ ક્યારેય ન થયુ. આવુ એ માટે કારણ કે હુ કૈડલલાઈટ ડિનર નથી કરતો" 
કૈડલલાઈટમાં એ નથી જોઈ શકતો કે હુ શુ ખાઈ રહ્યો છુ  પણ મને એ વાતનુ ખૂબ દુખ થાય છે કે હજુ સુધી મએન કોઈએ લગ્ન માટે પ્રપોઝ નથી કર્યુ." જો કે સલમાન ખાનની તો દરેક યુવતી ફૈન છે.