રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2019 (18:01 IST)

સિદ્ધાર્થ મલ્હોત્રાની પાર્ટીમાં ન દેખાઈ એક્સ ગર્લફ્રેંડ આલિયા, પણ આ અભિનેત્રીએ કરી જોરદાર મસ્તી

16 જાન્યુઆરીના રોજ બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.  આ અવસર પર તેણે ગઈકાલે રાત્રે પોતાના ઘરે એક શાનદાર પાર્ટીનુ આયોજન કર્યુ. તેના મિત્રો અને ફેમિલી મેબર્સ સાથે તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેમની આ પાર્ટીમાં કરણ જોહરથી લઈને કેટરીના કેફ, જૈકલિન ફર્નાડિસ, સોનાક્ષી સિન્હા, જૈકલીન ફર્નાડિસ, કરણ જોહર, કૃતુ સેનન, નુસરત ભરુચા અને રકુલ પ્રીત સહિત બધી એક્ટ્રેસસ જોવા મળી. જેમની સાથે સિડે કામ કર્યુ છે. પણ આ બધા વચ્ચે એક ચેહરો મિસિંબ હતો અને તે હતો સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેંડ આલિયા ભટ્ટનો. જે આ પાર્ટી દરમિયાન ક્યાય જોવા ન મળી. 
 
જ્યારથી સિડ અને આલિયાનુ બ્રેકઅપ થયુ છે અને રણવીર કપૂર સાથે તે ડેટિંગ કરવા લાગી છે ત્યારથી સિદ્ધાર્થ આલિયાથી દૂર રહે છે.  તાજેતરમાં જ જ્યારે પીએમ મોદીને મળવા માટે બોલીવુડની આ ગેંગ દિલ્હી પહોંચી હતી ત્યારે પણ સિદ્ધાર્થ આલિયાથી દૂર દૂર જોવા મળ્યા. આ અવસર પર અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.  હવે આ પાર્ટીમાં પણ આલિયા ગાયબ રહી.  જેનો મતલબ છે કે સિડ હજુ પણ આલિયાથી નારાજ છે અને તેમણે આલિયાને માફ નથી કરી. તેથી જ તો તેમણે આલિયાને આ પાર્ટીમાં બોલાવી નહી. 
 
આ પાર્ટીમાં કરિશ્મા કપૂર, રવિના ટંડન, શ્વેત બચ્ચ્ન અને સંજય કપૂર જેવા સેલેબ્સ પણ જોવા મળ્યા.  વાયરલ થઈ રહેલ તસ્વીરોથી સ્પષ્ટ છે કે બોલીવુડ અભિનેત્રીઓમાં સિદ્ધાર્થના બર્થડેનો એક જુદો જ ક્રેઝ હતો.  પણ રસપ્રદ વાત એ છે કે સિદ્ધાર્થની વયનો કોઈ અન્ય એક્ટર તેમની આ પાર્ટીમાં જોવા ન મળ્યો. 
 
દિલ્હીમાં જન્મેલા સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા મર્ચન્ટ નેવીમાં રહ્યા. અભ્યાસ દિલ્હીથી કર્યો છે. અને માત્ર 18 વર્ષની વયમાં સિદ્ધાર્થ એ મોડેલિંગનુ કામ શરૂ કરી દીધુ હતુ. ચાર વર્ષ સુધી જોરદાર મોડેલિંગ કર્યા પછી સિદ્ધાર્થ મોડેલિંગથી બોર થઈ ગયા ત્યારબાદ તેઓ એક્ટિંગમાં કેરિયર બનાવવાનુ વિચારીને મુંબઈ આવી ગયા અને બોલીવુડનો રસ્તો પકડ્યો.