શનિવાર, 9 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (17:01 IST)

Sridevi Death Anniversary: વારે ઘડીએ કેમ જોવાય રહ્યો છે શ્રીદેવીનો આ અંતિમ Video, જાણો કારણ

શ્રીદેવી  (Sridevi)ને આ દુનિયામાંથી જઈને એક વર્શ પુરૂ થવાનુ છે. 24 ફેબ્રુઆરીના રોજ તેમની પ્રથમ ડેથ એનિવર્સરી છે. ફેંસના દિલોમાં હજુ પણ તેમની યાદો જીવંત છે.  આ રીતે તેમની ફેમિલી પણ તેમને ભૂલી શકતી નથી. આજે શ્રીદેવીની પ્રથમ ડેથ એનિવર્સરી ના સમયે શ્રીદેવીની એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહી છે.  જેને બોની કપૂરી પોતાના લગ્નના 22મી વર્ષગાંઠ પર શેયર કરી હતી.  આ વીડિયોને શેયર કરતા બોનીએ જણાવ્યુ હતુ કે આ શ્રીદેવી સાથે વિતાવેલ અંતિમ ક્ષણ છે. બોનીએ શ્રીદેવીનો એક વીડિયો શેયર કરી તેમને યાદ કરી અને પોતાના દિલની વાત લખી. 
શ્રીદેવીની વરસી પર 14 ફેબ્રુઆરીના રોજ ચેન્નઈમાં એક વિશેષ પૂજા મુકવામાં આવી હતી. આ પૂજામાં શ્રીદેવીનો આખો પરિવાર સામેલ હતો. ઉલ્લેખનીય છે કે હિન્દુ કેલેંડરના હિસાબથી 14 ફેબ્રુઆરીના રોજ તેમની વરસી હતી. આ પૂજામાં શ્રીદેવીનો આખો પરિવાર ખૂબ ઈમોશનલ જોવા મળ્યો. શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર પોતાના આંસૂ રોકી શકતી  નહોતી.  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રીદેવી પોતાના ભાણેજ મોહિત મારવાડના લગ્ન માટે દુબઈ ગઈ હતી. અહી હોટલના રૂમમાં બાથરૂમમાં ડૂબી જવાથી તેનુ મોત થઈ ગયુ હતુ. એ સમયે બોની કપૂર પણ રૂમમાં હાજર હતા.