ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :બેંગલુરૂ , શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (14:21 IST)

બેંગલુરૂમાં એરો ઈંડિયા શો ની પાર્કિંગમાં ઘૂ-ઘૂ કરીને સળગી 100 કાર

. બેંગલુરૂમાં ચાલી રહેલ એરો ઈંડિયા શો દરમિયાન ફરી મોટી દુર્ઘટના થઈ. અહી અચાનક પાર્કિંગમાં ઉભેલી ગાડીઓમાં આગ લાગવાથી અહી અફરા-તફરી મચી ગઈ.  માહિતી મુજબ પાર્કિંગની પાસે સુકી ઘાસમાં આગ લાગવાથી આ ભયાનક દુર્ઘટના થઈ. જોત જોતામાં જ પાર્કિંગમાં ઉભેલી લગભગ 80-100 કાર આગની ચપેટમાં આવી ગઈ. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એરો ઈંડિયા શો ઉદ્દઘાટન પહેલા પણ એક મોટી દુર્ઘટના થઈ હતી. હરિયાણાના હિસારના રહેનારા સાહિલ ગાંધી શોના ઉદ્દઘાટનના એક દિવસ પહેલા 19 ફેબ્રુઆરીના રોજ પ્રેકટિસ દરમિયાન બીજા વિમાન સાથે અથડાય ગયુ હતુ. દુર્ઘટનામાં બે પાયલોટનો જીવ બચી ગયો હતો પણ સાહિલના વિમાનનો આગલો ભાગ ક્ષતિગ્રસ્ત  થવાને કારણે તે વિમાનમાંથી બાહર ન નીકળી શક્યા અને દુર્ઘટનામાં તેમનુ અવસાન થઈ ગયુ. 
શનિવારે એક વાર ફરી મોટી દુર્ઘટના થઈ. અનેક કાર એક સાથે બળી ઉઠી. આકાશમાં ઘુમાડોનો ગુબ્બાર દેખાવવા માંડ્યો તો લોકો વચ્ચે અફરા તફરી મચી ગઈ.  તરત જ અગ્નિશમન વિભાગે મોરચો સંભાળ્યો અને ખૂબ મહેનત પછી આ આગ પર કાબૂ મેળવી શકાયો.  એવુ કહેવાય રહ્યુ છે કે સુખી ઘાસને કારણે આગ લાગી છે. 
 
સાહિલ ગાંધીને અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ 
 
આ પહેલા ભારતીય વાયુ સેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમે પોતાના દિવંગત સાથી સાહિલ ગાંધીને અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી. સાત સૂર્ય કિરણ વિમાનોવાળી આ ટીમે આકાશમાં ઈનકમ્પલીટ ડાયમંડ ફોર્મેશન બનાવ્યુ અને પોતાના મિત્રને યાદ કર્યો.