બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (12:48 IST)

હરિયાણા - ખટ્ટરના રાજમાં યુવતીઓની સુરક્ષા પર સવાલ, રેવાડીમાં પ્રેસિડેંટ એવોર્ડથી સન્માનિત ટૉપર સાથે ગેંગરેપ

હરિયાણાના રેવાડીમાં સીબીએસઈની ટોપર રહી ચુકેલી વિદ્યાર્થીનુ અપહરણ કરી ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતા યુવતીને 26 જાન્યુઆરી 2016ના રોજ રાષ્ટ્રપતિએ સન્માનિત પણ કરી હતી. લગભગ એક ડઝન નરાધમો પર યુવતી સાથે બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસની બેદરકારી પણ સામે આવી. પીડિત પરિવાર ઈંસાફ અપાવવાને બદલે પોલીસ સીમા વિવાદમાં અટવાતી રહી. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે કોંચિગ જઈ રહેલ યુવતીને ગામના જ ત્રણ યુવકો પંકજ, મનીષ અને નીશૂએ અપહરણ કરીને મહેન્દ્રગઢ જીલ્લાની સીમાથી દૂર ઝજ્જર જીલ્લાની સીમાના ખેતર પર બનેલ એક કુવા પર લઈ ગયા. અહી પહેલાથી જ કેટલાક લોકો હાજર હતા. નશાની હાલતમાં બધાએ તેને પોતાની હવસનો શિકાર બનાવી. 
 
સાંજે લગભગ 4 વાગ્યે કનીના બસ મથક પર જ બેશુધ હાલતમાં ફેંકીને ત્યાથી રફુચક્કર થઈ ગયા. આરોપી યુવકોમાંથી એક યુવકે વિદ્યાર્થીએ ઘરે ફોન કરી આ માહિતી પણ આપી કે તેમની છોકરી બેશુદ્ધ પડી છે. પરિવારના લોકો ત્યા પહોંચ્યા તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. 
 
યુવતીના પરિવારના લોકોએ ઘટનાની ફરિયાદ રેવાડી પોલીસને કરી તો આરોપીની ધરપકડને બદલે પોલીસે તેમને સીમા વિવાદમાં ફસાવીને મહેન્દ્રગઢના કનીના પોલીસ મથકમાં કેસ નોંધાવવા કહ્યુ. રેવાડી મહિલા પોલીસે જીરો FRI નોંધીને તેને કનીના (મહેન્દ્રગઢ) પોલીસ મથક મોકલી દીધી. 
 
કનીના પોલીસ મથકે પણ પીડિત પરિજનોને એવુ કહીને પરત મોકલી દીધા કે આ મામલો તેમની સીમા ક્ષેત્રમાંથી બહાર થયો છે. પરિવારના લોકોની ફરિયાદ છતા અત્યાર સુધી આરોપીઓની ધરપકડ થઈ શકી નથી.