1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2020 (15:36 IST)

અમદાવાદ દીકરીના ઘરે આવેલા વૃદ્ધ દંપતીને ફ્લેટના રહીશોએ પ્રવેશ ન આપ્યો

કોરોના વાઇરસના હોટસ્પોટ એવા અમદાવાદ શહેરમના વાડજ વિસ્તારમાં દિલ્હીથી અમદાવાદ પોતાની દીકરીના ઘરે આવેલા વૃદ્ધ દંપતીને ફ્લેટના લોકોએ પ્રવેશવા ન દીધા હોવાની ઘટના બની છે. વૃદ્ધ દંપતી વહેલી સવારે પોલીસ પરમિશન સાથે અને પોતે કોરોના નેગેટિવ હોવાના રિપોર્ટ સાથે બાય રોડ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતાં.
ફ્લેટમાં પ્રવેશવા ન દેતા તેઓએ પોલીસની મદદ માંગી હતી.  પોલીસે તેઓને ફ્લેટમાં પ્રવેશવા દેવા માટે સમજાવ્યા હતા. જો કે, સોસાયટીના રહીશોને પોલીસ 3 કલાકથી સમજાવવા છતાં તેઓ માન્યા ન હતા. છેવટે દંપતીના જમાઈ સાસુ- સસરાને વધુ એક ટેસ્ટ માટે અત્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે.
જૂના વાડજના સોરાબજી કમ્પાઉન્ડ પાસે આવેલા હરેકૃષ્ણ ટાવરમાં રહેતા મમતાબેનના માતાપિતા મૂળ કોલકત્તા રહે છે. લોકડાઉનના કારણે તેઓ દિલ્હીમાં ફસાઈ ગયા હતા. લોકડાઉનના પગલે મારા માતાપિતા દિલ્હીમાં ફસાયા હતા. તેઓ કોલકત્તા પરત જઈ શકતા ન હતા.
જેથી તેઓને દિલ્હીથી પોલીસ પરમિશન અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ બાય કાર અમદાવાદ આજે સવારે આવી પહોંચ્યા હતા. મારા ઘરે પહોંચ્યા ત્યારે ફ્લેટના રહીશોએ તેઓને અંદર પ્રવેશવા દીધાં ન હતા. મમતાબેન અને તેમના પતિએ રહીશોને સમજાવ્યા હતા કે, તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને નેગેટિવ છે. આ કહેવા છતાં રહીશો માન્યા ન હતા.
છેવટે મમતાબેને પોલીસનો સહારો લીધો હતો. પોલીસ તાત્કાલિક સોસાયટીમાં પહોંચી હતી. પોલીસે સોસાયટીના સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સોસાયટીના રહીશો માનવા તૈયાર થયા ન હતા. છેવટે તેમના જમાઈ સોસાયટીમાં રહીશોનો ભય અને શંકા દૂર કરવા અત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા લઈ ગયા હતા.