બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2022 (10:33 IST)

ગુજરાતમાં લહેર જોઈને કહું છું કોંગ્રેસ 120 સીટો જીતશેઃ જિજ્ઞેશ મેવાણીનો દાવો

jignesh mevani
ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી આ વખતે વિધાનસભા ચૂંટણી માં ફરી એકવખત વડગામની બેઠકથી ઝંપલાવશે.તેમણે 19,696 મતોના અંતરથી ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. હવે 5 વર્ષ પછી 2022માં જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ઉમેદવાર છે. ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીએ એવો દાવો કર્યો છે કે ગુજરાતમાં 'મૌન લહેર' જોર પકડી રહી છે. તેમણે એક ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 120 સીટ જીતશે. ચૂંટણી નિરંકુશતા, બેરોજગારી અને મોંઘવારી વિરુદ્ધ છે. ગુજરાતમાં એક મૌન લહેર છે. લોકોએ પોતાનું મન બનાવી લીધું છે કે હવે બહુ થયું. ગુજરાત ચૂંટણી દેશને એક નવી દિશા આપશે. અનુમાન છે કે કોંગ્રેસ ચૂંટણીમાં 120 સીટ પર જીત નોંધાવશે અને ગુજરાતના નવનિર્માણની આધારશિલા રાખશે.

જિજ્ઞેશ મેવાણીએ એવું પણ કહ્યું કે, બીજેપી ચૂંટણીમાં હિન્દુત્વ સહિતના ભાવનાત્મક મુદ્દા ઉઠાવી રહી છે. પણ તે કામ નહીં કરે. લોકોએ મોદીજીને સ્નેહ સાથે બે વખત પસંદ કર્યા, પણ અત્યાર સુધી બેરોજગારી ઓછી થઈ નથી, મોંઘવારી રોકાઈ નથી. લોકો એક એવી સરકાર જોઈ રહ્યા છે જે પોતાના વિરુદ્ધ અવાજ ઉઠાવનારને નિશાન બનાવી રહી છે અને હવે લોકો સમજી ગયા છે કે આ નિરંકુશ સરકાર છે.