મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (10:42 IST)

પાટણ અને સુરતમાં એક-એક વ્યક્તિનાં મોત, હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 14 થયો

ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડાએ વધુ બે વ્યક્તિનો જીવ લઈ લીધો છે. પાટણમાં કોરોનાને કારણે 45 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આમ રાજ્યમાં કોરોનાને કારણે મોતનો કુલ આંક 14 થઈ ગયો છે. તો ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 165 થઈ ગયા છે.પાટણના સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતાં 47 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ આજે તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે જ સુરતના રાંદેરમાં 52 વર્ષીય અહેસાન રશીદ ખાનનું કોરોનાને કારણે મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક 14એ પહોંચ્યો છે. પાટણમાં કોરોના પોઝિટિવનાં કુલ પાંચ કેસ નોંધાયા છે. અને પહેલું મોત પણ થયું છે. ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 14 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી સૌથી વધુ મોત અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં કોરોનાના 77 કેસ સાથે 5 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. જ્યારે સુરતમાં 3 મોત, ભાવનગર અને વડોદરામાં 2-2 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. અને પાટણમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.