રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 30 માર્ચ 2020 (07:14 IST)

Coronavirus update 30 March live - વધતુ જઈ રહ્યુ છે સંકટ, કેસ 1100ને પાર, એક દિવસમાં 130 નવા કેસ

કોરોના રોગચાળાને હરાવવા માટે લાગુ 21 દિવસનો લોકડાઉન ચાલુ છે. લોકડાઉનનો સોમવારનો છઠ્ઠો દિવસ છે, આ દરમિયાન લોકોને વધુને વધુ ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. જો કે હવે જરૂરિયાતનો સામાન લેવા માટે દરેક જગ્યાએ છૂટ આપવામાં આવી રહી છે, આ સિવાય હોમ ડિલિવરીની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
 
ભારતમાં કોરોના વાયરસનો રોગચાળો સતત ફેલાય રહ્યો છે. રવિવારે કોરોના વાયરસનો કેસ દેશમાં 1000 નો આંકડો પાર કરી ગયો છે અને સોમવારે સવાર સુધીમાં આ સંખ્યા 1100 ની પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અત્યાર સુધીમાં 98 લોકો સાજા થયા છે  રવિવારે મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યોમાંથી નવા કેસ નોંધાયા છે.
 
- સૌથી વધારે પૉઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 186 પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં 182 નોંધાયા છે.
- ગુજરાતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 63 થઈ ગઈ છે.
- વિશ્વભરમાં છ લાખ કરતાં વધારે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
- વિશ્વમાં 30 હજારથી વધારે લોકોનાં મૃત્યું થયાં છે, જે પૈકી 10 હજાર જેટલા મૃત્યુનાં કેસ ઇટાલીના છે.
- જર્મનીના 54 વર્ષીય રાજ્ય નાણામંત્રી થોમસ સાચફેરેએ આપઘાત કરી લીધો છે. અઠવાડિયા અગાઉ તેમણે કોરોના વાઇરસની મહામારીનો ભોગ બનનારને રાજ્ય તરફથી સહાયની જાહેરાત કરી હતી.
- યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે યુકેમાં પરિસ્થિતિ વણસી શકે છે તો અમેરિકાના ટોચના અધિકારીએ અંદાજે 1થી 2 લાખ અમેરિકન નાગરિકોના મૃત્યુ થઈ શકે છે એવી ચેતવણી આપી છે.
- સ્પેનમાં બીજો એક દિવસ દુખદ બની રહ્યો છે અને 24 કલાકમાં 838 લોકોનાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયાં છે.
- વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ 721, 583 કેસ નોંધાયા છે, તેનાં કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 33,958 પર પહોંચી છે.
- વિશ્વમાં સૌથી કેસ અમેરિકા (142,106), ઇટાલી (97,689), ચીન (82,122), સ્પેન (80,110) અને જર્મનીમાં (62,095) નોંધાયા છે.
- ઇટાલીમાં (10,799), સ્પેનમાં (6,803), ચીનનાં હુબેઈમાં (3,182), ઈરાનમાં (2,640) અને ફ્રાન્સમાં (2,606) દરદી મૃત્યુ પામ્યાં છે.