બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2020 (13:25 IST)

ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના મજૂરો ફરી વિફર્યા, હોબાળો મચાવી તોડફોડ કરી

સુરત શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસોનો કુલ આંક 564 થઈ ગયો છે. વધુ નોંધાયેલા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પણ કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દરમિયાન આજે ડિંડોલીમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા છે. જ્યારે ખજોદમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટના મજૂરો આજે ફરી વિફર્યા હતા. ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ કરી હતી.જેથી પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. ડિંડોલી ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા 4-5 જણાને PCR વાન ના પોલીસ કર્મચારીઓએ ઉભા રાખી દંડાવાળી કરતા મામલો ભડક્યો હતો. આજુબાજુની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રાહદારીઓની મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. જેને લઈ રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યો બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા ઘર્ષણ બાદ હાલ મામલો થાળે હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે, આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હોવાનું અને પોલીસ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.