સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 9 એપ્રિલ 2020 (14:26 IST)

ગુજરાતમાં બેકાબૂ બન્યો કોરોના, એક જ દિવસમાં 55 નવા કેસ સાથે આંકડો પહોંચ્યો 241

દેશભરમાં સતત ખતરનાક કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા 5734 થઇ ગઇ છે. તો બીજી તરફ મૃતકોનો આંકડો 16 પહોંચી ગયો છે. જોકે 473 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1135 લોકોમાં કોરોના સંક્રમણ છે, જ્યારે 72 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી 669 લોકો સંક્રમિત છે. જ્યારે અત્યાર સુધી 9 દર્દીઓના મોત થયા છે. ત્યારે કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું છે. મંગળવારે 14 મહિનાની એક માસૂમ જીંદગી જંગ હારી ગઇ હતી. ગુજરાતમાં કોરોનાના 55 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાંથી 50 નવા સંક્રમિત કેસ મળ્યા છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસો આંકડો 241 પર પહોંચી ગયો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આ કેસો સીધા બહાર આવ્યા છે.  હોટ સ્પોટ વિસ્તારમાં તપાસ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે.
અમદાવાદના વધી રહેલા કેસ અંગે જયંતિ રવિએ જણાવ્યું કે, દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર આ ત્રણ વિસ્તારમાં સૌથી વધુ કેસો 50 આવ્યા છે. કુલ 1788 ટેસ્ટ કર્યા છે તેના આધારે પાંચ ટકાની સરેરાશથી પોઝિટિવ કેસો આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે. 
 
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો
 
• કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૧૪/૦૪/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.
 
• જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે માન.મુખ્યમંત્રીએ આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતે આવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
 
• રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૦૭/૦૪/૨૦૨૦ સુધીમાં ૮૧૨ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને ૮૮૭ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે.  ૩૩૮  બાળકોને દવાઓ આપવામાં આવી છે.
 
• રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નર (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
 
વેન્ટીલેટરઅનેવેન્ટીલેટર કેર તાલીમ
• રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. વધુ ૧,૦૦૦ વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં ૪૩ વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને  મળેલ છે.
 
• રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૦૫/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૫૨૨ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
 
•  તા.૦૮/૦૪/૨૦૨૦ સુધીમાં ૯૦૩૧  આરોગ્યકર્મીઓની  તાલીમ પૂરી કરાવવામાં આવનાર છે. ૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા.
 
•  રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
 
•  વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે. 
 
•  તા.૦૮/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૧૯૫૬ જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
 
•  તા.૦૭/૦૪/૨૦૨૦ સુધીમાં ઇમેલ હેલ્પલાઇન ઉપર ૨૫૪ જેટલી માહીતી માટે મદદ માગવામાં આવેલ જેમાં મોટેભાગે રોગ વિષેની માહિતી અને રોગ અટકાયત માટે સરકાર દ્વારા લેવામાં આવેલ પગલા અંગે જાણકારી મેળવવામાં આવી છે. વધુમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા  સરકાર ને મદદ માટે પણ રજૂઆત કરી છે. 
 
• વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૪૩૦૦ થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને ૧૦૦૦ થી વધુ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.
 
• રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે  તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Application શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૬૫૫ જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. 
 
• રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
 
• રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ ખાતે ૨૫૦ અને સુરત ખાતે ૫૦૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવેલ છે. આમ કુલ રાજયમાં ૫૧૦૦ બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે. 
 
• રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરતથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરીન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
 
ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક
• ભારત સરકારશ્રી દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ, પી.પી.ઇ. કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્ક ૧.૨૩ કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહયો છે. 
 
• COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.
 
માનવ સંસાધન
• COVID-19 રોગચાળા અંતર્ગત આરોગ્ય સેવાઓને વિપરિત અસર ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગમાં કાર્યરત તા.૩૧.૦૩.૨૦૨૦ અને તા.૩૦.૦૪.૨૦૨૦ ના રોજ વય નિવૃત થતાં તમામ અધિકારી/કર્મચારીઓની નિવૃત્તિ તા.૩૧.૦૫.૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકારે સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે તબીબોની અછત ઘટાડવા ૧૧ માસના કરારીય ધોરણે નિમણુંક આપવાનો નિર્ણય લીધો છે. જેના પરીણામે પણ રાજ્યમાં વધુમાં વધુ તબીબોની ઉપલબ્ધિ થશે.
 
કલ્સટર કન્ટેન્મેન્ટ
અમદાવાદ શહેર વિસ્તારમાં જોવા મળેલ પોઝીટીવ દર્દીઓના કલ્સટરના પગલે રાજય સરકારે આ વિસ્તારમાં કલ્સટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરી છે. જેમાં આ વિસ્તારોને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરી હાઇ રીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેઓને નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે.