ભારતે બાંગ્લાદેશને હરાવીને 2-0થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી
ભારતે મીરપુરમાં રમાયેલી ટેસ્ટમેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવી દીધું છે અને આ સાથે જ બે ટેસ્ટમેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે.
એક સમયે લાગી રહ્યું હતું કે આ મૅચ ભારતના હાથમાંથી નીકળી રહી છે અને એ વખતે સાતમા ક્રમે રમવા આવેલા અશ્વીને અણનમ 42 રનની ઇનિંગ રમી.
આ પહેલાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ ઇનિંગમાં 227 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ।
એ બાદ ભારતીય ટીમે 314 રન બનાવ્યા હતા અને 87 રનની લીડ મેળવી હતી.
એ બાદ રમવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી અને એણે ભારતને જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ભારતીય ટીમને જોતાં એવું લાગતું હતું કે આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લેશે પણ પ્રારંભમાં જ ટીમનો ટૉપ ઑર્ડર નિષ્ફળ સાબિત થયો હતો.
અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 34 રનની ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ અય્યરે અણનમ 29 રન