સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2020 (10:55 IST)

SBI એ એમસીએલઆરમાં કરી 0.15 ટકાની કપાત

મુંબઈ-દેશના સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ બુધવારે જુદા જુદા સમય માટે કોષની સીમાંત લાગત આધારિત વ્યાજ (એમસીએલઆર)માં 0.15 ટકા સુધીની કપાત કરી છે. જે 10 માર્ચથી પ્રભાવી થશે. 
 
બેંકએ 1 વર્ષની સમય માટે એમસીએલઆર 0.10 ટકાની કપાત કરી છે. જે 7.85 ટકાથી ઘટીને 7.75 ટકા થઈ ગઈ છે. બેંકએ ચાલૂ વિત્ત વર્ષમાં સતત 10મી વાર એમસીએલઆર કપાત કરી છે. 
 
એક જ દિવસ સમયના અને 1 મહીના માટે એમસીએલઆરમાં 0.15 ટકાની કપાત કરી તેને 7.45 ટ્કા કરી નાખ્યુ છે. 3 મહીના સમય માટે એમસીએલઆરને 7.65 ટ્કાથી ઘટીને 7.50 ટ્કા કરી નાખ્યુ છે. 
 
આ રીતે 2 વર્ષ કે 3 વર્ષના એમસીએલાઅરને 0.10 ટકા ઘટાડીને ક્રમશ:  7.95 ટકા અને 8.05 ટકા કરી નાખ્યુ છે. તેનાથી પહેલા સોમવારે યુનિયન બેંક ઑફ ઈંડિયાએ તેમના એમસીએલઆરમાં 0.10 ટકાની કમી કરવાનો એલાન કર્યુ હતું.