બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 નવેમ્બર 2021 (15:26 IST)

કોરોનાથી થતા મોતની સંખ્યામાં વધારો, હવે બીજો ડોઝ નહી લેનારાઓ પર કડક કાર્યવાહી

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ભલે ઓછી થઈ રહી હોઈ પરંતુ છેલ્લા બે દિવસમાં કોરોનાથી થતી મોતની સંખ્યામાં 63 ટકા વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11,850 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 555 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો 3 કરોડ 44 લાખથી વધી ગયા છે,જ્યારે કોરોનાથી થયેલ મોતની સંખ્યા 4 લાખ 63 હજારથી વધી ગઈ છે  બુધવાર અને ગુરુવારના દિવસે દેશમાં 340 લોકોના કોરોનાથી મોત થયા હતા. 24 કલાકના કોરોના સંક્રમણના કેસો શુક્રવારથી 10 ટકા વધારે અને ગુરુવારે આવેલા કેસોથી 63 ટકા વધારે નોંધવામાં આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો 3 કરોડ 44 લાખથી વધી ગયા છે. જ્યારે કોરોનાથી થયેલ મોતની સંખ્યા 4 લાખ 63 હજારથી વધી ગઈ છે
 
 
કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 26 હજાર 036
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 26 હજાર 483
એક્ટિવ કેસઃ 1 લાખ 36 હજાર308
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 245
 
 અમદાવાદમાં રસીનો બીજો ડોઝ ન લેનારા 5 હજાર લોકોને પ્રવેશ ન મળ્યો -  અમદાવાદમાં  કોરોના વેકિસનનો બીજો ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવ્યો હતો.જેના પરીણામે બી.આર.ટી.એસ.,એ.એમ.ટી.એસ. ઉપરાંત શહેરમાં આવેલા બગીચાઓ અને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતેથી કોરોના વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારા પાંચ હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા