બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 જુલાઈ 2020 (13:10 IST)

આ કારણે હેડકોન્સ્ટેબલનો ઓર્ડર ઉપરી અધિકારીઓએ માનવો પડશે

ગુજરાત પોલીસમાં IPS તરીકે જોડાયેલા અધિકારીને હવે ગુજરાતની નાનામાં નાની બાબત શીખવી પડશે. તે પણ એક સામાન્ય કેડેટની જેમ જ આ ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ દરમિયાન તેમના ટ્રેનર કોઈ અધિકારી નહિં પણ એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી હશે, જેના દરેક હુકમનું પાલન હાલ આ અધિકારીઓએ તાલીમાર્થી બનીને માનવું પડશે અને તેજ ટ્રેનિંગ તેમને આગામી દિવસોમાં પોતાના ફિલ્ડમાં ઉપયોગી બનશે.અલગ અલગ રાજ્યોમાંથી UPSC પાસ કર્યા બાદ IPS બનનાર અધિકારીઓ પોતાની ટ્રેનિંગ પુરી કર્યા બાદ ગુજરાત આવ્યા છે. આ અધિકારીઓ હવે ગુજરાતમાં રહીને ગુજરાત પોલીસના પાઠ ભણવા પડશે. આ 7 IPS અધિકારીઓની ટ્રેનિંગ કરાઇ પોલીસ એકેડમીમાં શરૂ થઈ છે. પણ આ ટ્રેનિંગ કોઈ VVIP લેવલની નહીં પણ સામાન્ય પોલીસ કર્મીઓની જેમ જ આપવામાં આવશે. આ અધિકારીને પણ રોજ વહેલા ઉઠવાનું પોતાના બેરેકમાં સમયસર જતું રહેવું પડશે. તેની સાથે તેમને ટ્રેનિંગ આપતા પોલીસ કર્મીનું મન પણ જાળવવું પડશે. કારણ કે તેઓ હાલ તાલીમાર્થી છે.કરાઈ પોલીસ એકેડમીના આઈ.જી.પી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, નવા આવેલા આઈપીએસ અધિકારીને તેમને ટ્રેનિંગ આપતા હેડ કોન્સ્ટેબલનું પણ માન રાખવું પડશે. તેની સાથે દરેક પોલીસ મેન્યુઅલ અને એકેડમીમાં નિયમોનું પાલન કરવું પડશે. મારી મંજૂરી વિના તેઓ એકેડમીમાં બહાર જઇ શકશે નહીં