સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2023 (14:14 IST)

IPL 2023 Auction : આ વખતે તૂટી જશે સૌથી મોઘા ખેલાડીનો કીર્તિમાન, જાણો કોણ છે દાવેદાર

IPL 2023
IPL Auction 2023  Expensive Player List : આવતીકાલે IPL 2023ની હરાજી થવાની છે.  હવે થોડાક જ કલાક બચ્યા છે.  કોચીમાં 23 ડિસેમ્બરે બપોરે 2.30 વાગ્યે હરાજી શરૂ થશે. જેથી તૈયારી લગભગ અંતિમ તબક્કામાં છે. તમામ દસ ટીમોનો કોર સ્ટાફ કોચી પહોંચી ગયો છે અને તેમની યાદી પણ તૈયાર કરવામાં આવી છે કે કયા ખેલાડીઓને ટાર્ગેટ બનાવવાના છે અને કયા ખેલાડીઓને કોઈપણ ભોગે પકડવાના છે. આ દરમિયાન એવી સંભાવના છે બતાવાય રહી છે કે આ વખતે IPLના સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ પણ તૂટી શકે છે. પરંતુ અમે તમને જણાવીએ કે IPLમાં આ વખતે સૌથી મોંઘા ખેલાડીના રૂપમાં કોણ વેચાઈ શકે છે, તે પહેલા તમારે જાણી લેવું જોઈએ કે અત્યાર સુધીની હરાજીમાં ત્રણ સૌથી મોંઘા ખેલાડી કોણ છે. ચાલો તેના પર કરીએ એક નજર.
 
ક્રિસ મૉરિસ આઈપીએલ ઓક્શનના સૌથી મોંઘા ખેલાડી 
 
IPL ઓક્શન પર નજર કરીએ તો ખબર પડે છે કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ IPL ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી વેચાયા છે. રાજસ્થાન રોયલ્સે તેને 2021ની મિની ઓક્શનમાં 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ ક્રિસ મોરિસ RCB તરફથી દસ કરોડ રૂપિયામાં રમતા હતા.   પરંતુ જ્યારે તેમને રિલીજ કરી દેવામા આવ્યા અને તે ઓક્શનના મેદાનમાં આવ્યા. રાજસ્થાન રોયલ્સે તેમના પર 16 જ્કરોડથી પણ વધુની બોલી લગાવી દીધી હતી.  ખાસ વાત એ છે કે ક્રિસ મોરિસની બેસ પ્રાઈસ માત્ર 75 લાખ રૂપિયા હતી. જ્યારે તેઓ રૂ. 16.25 કરોડમાં વેચાયા ત્યારે તેમણે તે વર્ષે રાજસ્થાન રોયલ્સ માટે 11 મેચમાં 15 વિકેટ લીધી હતી  જો કે, તે બેટથી તેઓ સારી રીતે પ્રદર્શન કરી શક્યા નહોતા અને તેના ખાતામાં માત્ર 67 રન નોંધાયા હતા. જો કે, આ પછી જ ક્રિસ મોરિસે આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને ફરીથી તૈઓ જોવા મળ્યા નહોતા. 
 
યુવરાહ સિંહ અને પૈટ કમિંસ પણ ઓક્શનમાં વેચાનારા સૌથી મોંઘા ખેલાડી   
 
આ પછી, જો આપણે બીજા સૌથી મોંઘા ખેલાડીની વાત કરીએ, તો તે છે યુવરાજ સિંહ, જે ભારતના સિક્સર કિંગ તરીકે ઓળખાય છે. યુવરાજ સિંહ પણ 2015ની હરાજીમાં 16 કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેને દિલ્હી કેપિટલ્સે સાઈન કર્યો હતો. 16 કરોડમાં વેચાયેલા યુવરાજ સિંહે તે વર્ષે દિલ્હી કેપિટલ્સ માટે 14 મેચમાં માત્ર 248 રન બનાવ્યા હતા અને તે તેની કિંમત પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. આ પછી યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.  આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદે તેમની સાથે સાત કરોડ રૂપિયામાં કર્યું હતું. જો કે વર્ષ 2019 પછી યુવરાજ સિંહ IPLમાં જોવા મળ્યો નથી. આ પછી, ત્રીજા સૌથી મોંઘા ખેલાડીની વાત કરીએ તો ખબર પડે છે કે તેના પર ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ છે. 2020 IPL ઓક્શનમાં KKR એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સે તેના પર 15.5 કરોડ રૂપિયાની બોલી લગાવીને બધાને ચોંકાવી દીધા હતા. તે વર્ષે પેટ કમિન્સે તેની ટીમ માટે 12 વિકેટ લીધી હતી. જોકે, તેણે પોતાની ટીમ માટે બેટથી પણ ઘણું યોગદાન આપ્યું હતું. આ પછી પેટ કમિન્સને KKR દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, પરંતુ પછીના વર્ષની હરાજીમાં ફરીથી તે જ ટીમે તેને ખરીદ્યો હતો, પરંતુ આ વખતે તેની કિંમત માત્ર 7.25 કરોડ રૂપિયા હતી. આ વખતે કમિન્સે પોતાની ટીમ માટે પાંચ મેચમાં સાત વિકેટ ઝડપી હતી. તે જ સમયે, તેણે બેટ સાથે પણ સારા હાથ બતાવ્યા. આ વખતે પેટ કમિંગ IPLમાં જોવા નહીં મળે. 
 
બેન સ્ટોક્સ, સેમ કરણ, મયંક અગ્રવાલ, કેન વિલિયમસન સૌથી મોંઘા સાબિત થઈ શકે 
આ તો વાત થઈ IPL ઓક્શનના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની. પરંતુ આ વખતે આ રેકોર્ડ કોણ તોડી શકે છે. આ માટે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું નામ સૌથી પહેલું લાગી રહ્યું છે. તેમણે આ વખતે તેની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. બીજી તરફ, જો આપણે અન્ય ખેલાડીની વાત કરીએ તો સેમ કરનનો દાવો પણ આમાં ઘણો મજબૂત છે, તે બોલ અને બેટ બંનેથી મેચ વિનર ખેલાડી પણ છે. ભારતના મયંક અગ્રવાલ પણ દાવો રજૂ કરી રહ્યા છે. તેમની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે, પરંતુ તે તેનાથી ઘણી વધુ કિંમતે વેચાશે, તે પણ લગભગ નિશ્ચિત છે. આ સાથે બે કરોડની બેઝ પ્રાઈસ ધરાવતો કેન વિલિયમસન પણ મોંઘા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ શકે છે. બાકી એ જોવાનું રહેશે કે દસ ટીમોએ કયા ખેલાડી પર સૌથી વધુ બોલી લગાવવાની તૈયારી કરી છે.