બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 ઑગસ્ટ 2020 (10:36 IST)

ગુજરાત કોંગ્રેસ સહિતના નેતાઓ રાહુલને ઇચ્છે છે નવા અધ્યક્ષ તરીકે, લેટરબોમ્બમાં થયો ઘટસ્ફોટ

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ પદેથી પોતાનું રાજીનામું આપશે અને નવા અધ્યક્ષકની નિમણૂંક કરવામાં આવશે. ત્યારે પ્રશ્ન એ છે કે આગામી કોંગ્રેસ અધ્યક્ષ કોન બનશે. એક તરફ રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ છે તે અધ્યક્ષ બનવા નથી માંગતા. તો બીજી તરફ તેમની પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને જ અધ્યક્ષ પદની કમાન સંભાળે એવું ઇચ્છી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. 
તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તો તે જ પ્રમાણે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોતાના એક અલગ અંદાજમાં ટ્વિટ કરીને રાહુલને અધ્યક્ષપદ સોંપવાની માગણી કરી છે.
 
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખે પણ આજ માંગણી પુનરાવર્તિત કરી છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ ગણાતા તારીક અનવરે મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી જ હશે.
 
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના મહારાષ્ટ્રના સાંસદ રાજીવ સાતવે સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાહુલને અધ્યક્ષ બનાવવાની વાત તો કરી જ છે પરંતુ તેમણે ગંભીર આક્ષેપ પણ કર્યા છે.
રાજીવ સાતવે પત્રમાં કેટલાક કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસને કમજોર બનાવવાનું ષડયંત્ર રચતા હોવાની વાત કરી છે. 23 નેતાઓ દ્વારા કોંગ્રેસને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 
 
ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપરાંત પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપે બધેલે કહ્યું કે રાહુલને આગળ આવીને જવાબદારી લેવી જોઇએ.