ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 એપ્રિલ 2020 (20:12 IST)

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે જાહેરમાં કપડા ઉતારતા હાજર લોકો શરમમાં મુકાયા

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપ શાસિત મહાનગરપાલિકા સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતારી દીધો હતો. પોતાના વિસ્તારમાં સેનેટાઇઝ સહિતના કામો ન થતાં હોવાના આક્ષેપ સાથે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે વોર્ડ નં-4 માંજલપુરની ઓફિસમાં જઇને 3 કલાક સુધી અધિકારીઓને ગાળાગાળી કરી હતી. અને ધમકી પણ આપી હતી અને કલ્પેશ પટેલે વોર્ડ ઓફિસ બહાર ગાડી આડી કરીને મૂકી દીધી હતી.
કોરોના વાઈરસની મહામારી વચ્ચે કામોને લઈને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે વિવાદ થયો છે. વોર્ડ નં-4ના કોંગ્રેસી કોર્પોરેટર ચિરાગ ઝવેરી અને ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ વચ્ચે પોતાના વોર્ડમાં સેનેટાઇઝ કરવા મામલે વિવાદ થયો છે.
બંને કોર્પોરેટરોએ વોર્ડ નં-4ની કચેરી માથે લીધી હતી અને ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલે અધિકારીઓને ગાળો ભાંડ્યા હોવાના કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યાં હતા. ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ કપડા કાઢીને જાહેરમાં રોડ પર ઉભા થઇ ગયા હતા. જોકે કોંગ્રેસના કોર્પોરેટરના બધા આક્ષેપોને ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, હું સંસ્કારી છું.