ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (20:56 IST)

દ્વારકાધીશનાં દર્શન કરવા બાળકોથી લઈને વયોવૃદ્ધ પ્રભુનાં ચરણમાં શીશ ઝુકાવવા પહોંચ્યાં

કોરોના મહામારીને પગલે ગયા વર્ષે ભક્તો દ્વારકા આવી શક્યા ન હતા અને ઘરેથી જ ઓનલાઇન કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો, પરંતુ આ વખતે મંદિરનો સૌથી મોટો ઉત્સવ ભાવિકોની હાજરીમાં ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જગત મંદિરનાં દ્વાર સવાનવ પછી દર્શન માટે ખૂલ્યાં છે. દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે.

માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ, ભક્તોએ કતારમાં ઊભા રહી ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં. ભક્તો દ્વારા દર્શન કરવા માટે અવિરત પ્રવાહ ચાલુ છે. શ્રીદ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જન્માષ્ટમી ઉત્સવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 30મી ઓગસ્ટે શ્રીજીનાં દર્શનનો સમય સવારે 6 કલાકે મંગલા આરતી, સવારે 6થી8 મંગલા દર્શન, 8 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક, 9 વાગ્યે અભિષેક પશ્ચાર્ત પૂજન(પટ/દર્શન) બંધ રહ્યું હતું.10 વાગ્યે શ્રીજીને સ્નાન ભોગ અર્પણ, 10:30 કલાકે શ્રૃંગાર ભોગ અર્પણ, 11 કલાકે શ્રૃંગાર આરતી,11-15 કલાકે ગ્વાલ ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. 12 કલાકે રાજભોગ અર્પણનાં દર્શન યોજાશે. બપોરે 1થી 5 અનોરસ(બંધ) રહેશે.સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન, 5-30થી 5-45 કલાકે ઉત્થાપન ભોગ અર્પણ, 7-15થી 7-45 કલાકે સંધ્યા ભોગ અર્પણ, રાત્રે 8-30 કલાકે શયન આરતી અને 9 કલાકે શ્રીજી શયન(દર્શન બંધ) રહેશે. એ બાદ રાત્રે બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ મહાઆરતી યોજાશે. એ બાદ રાત્રે 2-30 કલાકે શ્રીજી શયન(દર્શન) બંધ રહેશે. જ્યારે તા.31ના રોજ સવારે 7 કલાકે શ્રીજીના પારણા ઉત્સવનાં દર્શન, બાદમાં 10-30 કલાકે અનોરસ(દર્શન બંધ)રહેશે.એ પછી સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન યોજાશે.સાંજે 5થી 6 કલાક સુધી નિત્યક્રમ મુજબ દર્શન, બાદમાં સાંજે 6થી 7 કલાકે શ્રીજીને બંધ પડદે અભિષેક પૂજા(પટ/દર્શન બંધ રહેશ), એ બાદ સાંજે 7 થી 7-30 કલાકે શ્રીજીનાં દર્શન બાદ 7-30 કલાકે સંધ્યા આરતી, રાત્રે 8-10 કલાકે શયન ભોગ અર્પણ કરાશે અને 8-30 કલાકે શયન આરતી દર્શન બાદ 9-30 કલાકે શ્રીજી શયન સાથે દર્શન બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા દર્શનાર્થીઓને અપીલ પણ કરાઈ છે.