મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2020 (13:15 IST)

અમદાવાદમાં 15 હજારથી વધુ પરપ્રાંતિયો વતનમાં જવા માંગે છે

લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાઇ ગયા હોય તેવા ૧૫,૦૦૦  જેટલા પરપ્રાંતિયોએ  તેમના વતનમાં  પરત જવા માટે કલેક્ટરઅને જે તે મામલતદાર કચેરીમાં જાણ કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરિવારો છેલ્લા એક માસથી અમદાવાદમાં વિવિધ જગ્યાએ  લોકડાઉનના કારણે ફસાઇ ગયા છે. કે જેઓ વતન જઇ શકતા નથી.  અમદાવાદમાં ખાસ કરીને  જીઆઇડીસીઓ સહિતના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો 
કોરોનાના કારણે કામધંધો છીનવાઇ જતા હવે  વતન પરત  જવા માંગે છે.  લોકડાઉન લંબાવવાની શક્યાતઓ  અને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ હોવાથી અહીંયા કમાવવામાં આવેલા લોકો હવે ગમે તેમ કરીને  સહ પરિવાર વતન જવા ઇચ્છી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં વિવિધ બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ પણ વતન જવા માંગી રહ્યા છે. આ અંગે કલેક્ટર કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ  જે લોકો વતન જવા માંગતો હોય તેમનું રજિસ્ટ્રેશન કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જિલ્લા કંટ્રોલરૂમમાં અને જેતે મામલતદાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય  છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ પરપ્રાંતિયોએ વતન જવા વ્યવસ્થા કરી આપવા આજીજી કરી છે.