શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 20 એપ્રિલ 2021 (21:17 IST)

શુ કપૂર-અજમાની પોટલી સૂંધવાથી વધે છે ઓક્સિજનનુ લેવલ ? Video

ભારતમાં કોરોના વાયરસની બીમારીનો પ્રકોપ પોતાના ચરમ પર પહોંચી ગયો છે. એક વાર ફરી ગયા વર્ષ જેવી જ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે પણ આ મહામારીનો ભય અને બીજી  આ પ્રકારની અફવા ફેલાવવામાં ક્યાક ને ક્યાક  સોશિયલ મીડિયાની પણ ભૂમિકા છે. જી હા.. વ્હોટસએપ પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમા બતાવ્યુ છે કે કેવી રીતે ઘરેલુ ઉપાયથી ઓક્સીજનનુ લેવલ વધારી શકાય છે



એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કપૂર અને અજમાની પોટલી સૂંઘવાથી ઓક્સીજનનુ સ્તર વધારી શકાય છે.  પરંતુ આ દાવામાં કેટલી સત્યતા છે ? એ પહેલા તમને બતાવી દઈએ કે શુ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.  
 
ગુજરાતના સંજીવની હેલ્થકેરના ડો. પ્રયાગરાજ ડાભીના નામથી વાયરલ મેસેજમાં લખવામાં આવ્યુ છે .. "આજે હુ તમારી સાથે શેયર કરવા માંગીશ કે જૈન સમાજના નેતા પ્રમોદભાઈ મલકાન સાથે શુ થયુ હતુ. તેમનો પુત્ર કોરોના પોઝિટીવ હતો. તેનુ ઓક્સીજનનુ લેવલ 80-85 થઈ ગયુ હતુ. ડોક્ટરની સલાહ મુજબ હોસ્પિટલમાં તેને દાખલ કરવો જરૂરી હતો. પણ ઘરેલુ ઉપાયના જાણકાર પ્રમોદભાઈએ કપૂરની એક ક્યુબ અને એક ચમચી અજમાની પોટલી બાંધીને 10થી 12 વાર ઊંડી ઊંડી શ્વાસ લઈને સુંઘવાનુ કહ્યુ. . 
 
દર બે કલાક આ શરૂ કર્યા પછી 24 કલાકની અંદર તેનુ ઓક્સીજન લેવલ 98-99 સુધી જતુ રહ્યુ અને હોસ્પિટલ જવાના ઝંઝટ બચી ગયા. તેમના એક મિત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેમણે આ પ્રયોગ તેના પર પણ કર્યો. જેનુ સારુ પરિણામ મળ્યુ અને તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. આ માહિતી સમાજ માટે બનાવી છે જેથી આ બીજા માટે ઉપયોગી રહે. 
 
શુ છે હકીકત 
 
વેબદુનિયાએ ડૉ. પ્રયાગરાજ ડાબી સાથે સીધી વાતચીત કરી તો  તેમણે જણાવ્યુ કે વાયરલ મેસેજ ખોટો છે. ડો. ડાબીએ કહ્યુ કે તેમનુ નામ ખરાબ કરવા માટે આ મેસેજ કોઈ અન્ય દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે એક મેસેજ શેયર કરતા વાયરલ થઈ રહેલ મેસેજ પર સ્પષ્ટીકરણ પણ આપ્યુ છે. 
 
જનહિત માટે ડો. પ્રયાગરાજ ડાબી દ્વારા તેમના નામ અને નંબર સાથે ફરી રહેલ ફેક મેસેજ પર સંદેશ 
 
નમસ્કાર, હુ ડો. પ્રયાગરાજ ડાબી, સંજીવની હેલ્થકેર, ભાવનગર ગુજરાતથી છુ. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો જે અમારી અદેખાઈ અને દુશ્મનાવટ રાખનારા અને આયુર્વેદને બદનામ કરવા માટે અને અમને કાયદાકીય રીતે ફસાવવા માટે અમારુ નામ અને નંબર નાખીને કોરોના ઠીક કરનારા અને ઓક્સીજન લેવલ વધારનારા ફેક મેસેજ અમારુ નામથી લખીને ખૂબ વાયરલ કરી રહ્યા છે અને ભોળી પ્રજા આ ષડયંત્રને ન સમજીને બીજાને શેયર કરી રહી છે તો અમારી તમને વિનંતી છે કે આવો મેસેજ અમારા દ્વારા લખાવાયો નથી કે ન તો અમે તેને ફેલાવી રહ્યા છે. જો તમે આ ફોલો કરો છે કે શેયર કરો છો તો તેના જવાબદાર તમે પોતે જ હશો.