ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (00:50 IST)

Omicron’ વેરિઅન્ટથી બચવા માટે તમામ દેશોએ અપનાવવા જોઈએ આ 10 ઉપાય

ઓમિક્રોન કોવિડ-19 વેરિઅન્ટ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન (B.1.1.529)ને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક પ્રકાર' ગણાવ્યો છે. જેના કારણે વિશ્વભરના દેશોએ સાઉથ આફ્રિકા અને બોત્સ્વાના જેવા દેશો પર પ્રવાસ પ્રતિબંધો લગાવી દીધા, જ્યાં આ વેરિઅન્ટના કિસ્સાઓ સામે આવ્યા છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની કડક તપાસ અને પરીક્ષણ કરવાનો આદેશ પણ આપ્યો છે. દરમિયાન, નિષ્ણાતોએ વાયરસના ફેલાવાને રોકવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં સૂચવ્યા છે દીધા. 
 
દક્ષિણ આફ્રિકામાં યુનિવર્સિટી ઓફ વિટવોટર્સરેન્ડના રસીકરણના પ્રોફેસર શબીર એ માધીએ જણાવ્યું હતું કે મુસાફરી પરના પ્રતિબંધો પૂરતા નથી. તેમણે આવા દસ ઉપાયો બતાવ્યા છે, જેને તમામ દેશોએ અપનાવવા જોઈએ. આ સાથે તેમણે એ પાંચ બાબતો જણાવી છે, જે દરેક વ્યક્તિએ ટાળવી જોઈએ. મોટાભાગના પગલાંનો ઉલ્લેખ દક્ષિણ આફ્રિકાના સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
 
આ પાંચ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ
 
1. ઝડપી પ્રતિબંધો ન લગાવવા જોઈએ 
 
પ્રોફેસર શબીર એ માધીએ કહ્યું કે ઘરની અંદરની જગ્યાઓ (એટલે ​​કે બંધ રૂમ કે હોલ)માં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ યોગ્ય છે. પરંતુ અન્ય નિયંત્રણો ઝડપથી લાદવા જોઈએ નહીં. તેમણે કહ્યું, 'તે છેલ્લા ત્રણ લહેરમાં દક્ષિણ આફ્રિકામાં સંક્રમણ ઘટાડવામાં નિષ્ફળ રહ્યુ છે.(Covid Restrictions). કારણ કે સીરો-સર્વે અને મોડેલિંગ ડેટા અનુસાર, 60-80 ટકા લોકો વાયરસથી સંક્રમિત થયા છે. આર્થિક પ્રવૃતિઓ પરના નિયંત્રણો માત્ર તે સમયગાળો વધારે છે જેમાં સંક્રમણ લગભગ 2-3 અઠવાડિયા લે છે.
 
2. ઘરેલુ/આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ મૂકશો નહીં
 
પ્રોફેસર કહે છે, 'આ (ટ્રાવેલ પ્રતિબંધ) હોવા છતાં, વાયરસ ફેલાશે, જેમ કે ભૂતકાળમાં થયું છે. એ માનવું યોગ્ય નથી કે મુઠ્ઠીભર દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ વેરિઅન્ટનો ફેલાવો અટકાવશે (Omicron Variant News). આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ જશે. તમે માત્ર ત્યારે જ બચી શકશો જો તમે એક ટાપુ રાષ્ટ્ર છો, જે બાકીના વિશ્વથી કપાયેલું છે. સંભવિત કેસોને ઓળખવા અને રસીકરણને ફરજિયાત કરવા માટે સખત એક્ઝિટ અને એન્ટ્રી સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા વેરિયન્ટ્સને ફેલાવાથી અટકાવી શકાય છે.
 
3. નકામા નિયમો રજુ  કરશો નહીં
 
"સ્થાનિક સંદર્ભમાં લાગુ ન કરી શકાય તેવા નિયમોની જાહેરાત કરશો નહીં. અને એવો દેખાવો ન કરશો  કે લોકો તેમને અનુસરે છે.
 
4. જોખમ ધરાવતા લોકો માટે વેક્સીન મુલતવી રાખશો નહીં
 
65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ રસીનો બૂસ્ટર ડોઝ મેળવવો જોઈએ. નાના બાળકોને રસીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુ સુધી બૂસ્ટર ડોઝ શરૂ થયો નથી.
 
5. હર્ડ ઈમ્યુનિટી કન્સેપ્ટ વેચવાનું બંધ કરો
 
પ્રોફેસર માધી કહે છે, 'આ બિનઅસરકારક છે અને વિરોધાભાસી રીતે વેક્સીન પરના વિશ્વાસને નબળુ પાડે છે.'
 
બધા દેશોએ આ 10 ઉપાયો અપનાવવા જોઈએ
 
1. ખાતરી કરો કે આરોગ્ય સુવિધાઓ સંપૂર્ણપણે તૈયાર છે.
2. દરેકને રસી આપો.
3. ઇન્ડોર સ્થળોની મુલાકાત લેતા લોકોને રસીના પાસપોર્ટ પ્રદાન કરો.
4. એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરતા રહો જેમને રસી આપવામાં આવી નથી.
5. ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે રસીનો બૂસ્ટર ડોઝ લાગુ કરો.
6. લોકોને જવાબદાર વ્યવ્હાર અપનાવવા પ્રોત્સાહિત કરો.
7. સ્થાનિક સ્તરે હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની ચોખવટ કરો.
8. વાયરસ સાથે જીવતા શીખો, સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવો.
9. વિજ્ઞાનનુ પાલન કરો. રાજનીતિ ખાતર તેને નકારશો નહીં.
10. ભૂતકાળની ભૂલોમાંથી શીખો.