બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 13 જૂન 2020 (07:04 IST)

હવે કોરોના પર શું હશે રણનીતિ ? પીએમ નરેન્દ્ર મોદી 16 અને 17 જૂને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંથન કરશે

પ્રથમ વખત દેશમાં 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 10,000 ની સપાટીને પણ વટાવી ગઈ છે. દર્દીઓની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સરકારની આગામી રણનીતિ શું હશે? પીએમ નરેન્દ્ર મોદી 16 અને 17 જૂને દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંથન કરવા જઇ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોરોના સામે નવી રણનીતિ  ધ્યાનમાં લેવામાં આવી શકે છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 અને 17 જૂને બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 16 જૂને વડા પ્રધાન 21 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે જ્યાં કોરોના કેસની સંખ્યા ઘણી ઓછી છે. આ રાજ્યોમાં પંજાબ, આસામ, કેરળ, ખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદાખ, પોંડિચેરી, અરુણાચલ, મેઘાલય,  મિઝોરમ, A&N દ્વીપ,  દાદરા નગર હવેલી અને દમણ દીવ, લક્ષદ્વીપ અને સિક્કિમ છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ફરી એકવાર પીએમ મોદી 16 અને 17 જુને દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા વાતચીત કરશે. કોરોના સંકટને લઈને મુખ્યમંત્રીઓ સાથે તેમની આ છઠ્ઠીવાર વાતચીત થશે. જેમાં કોરોનાના વધતા જતા કેસને લઈને સમીક્ષા કરવામાં આવશે. સાથે જ 8 જૂને લાગુ કરવામાં આવેલા અનલોક-1ની પણ સમીક્ષા થશે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકાર કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેટલાક મોટા નિર્ણય લઈ શકે છે.
 
પીએમ મોદી 16 જુને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે જ્યારે 17 જૂને તેમની કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્યમત્રીઓ કે પછી ઉપરાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. પહેલીવાર એવુ બનશે કે પીએમ મોદી રાજ્યો અને કેન્દ્ર શાસિત્ત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ વાતચીત કરશે. આ અગાઉ તેમને 11મે ના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ લોકડાઉન 4.0ની જાહેરાત કરી હતી. હવે આ છઠ્ઠીવાર વડાપ્રધાન મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ અગાઉ પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે 20 માર્ચ, 2 માર્ચ, 11, 27 એપ્રિલ અને 11મે એ વીફિયો કોન્ફન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.