ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 12 જૂન 2020 (07:06 IST)

ગુજરાત કોરોના અપડેટ : કોરોનાનાં દર્દીઓનાં કેસોમાં વધારો, 38 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 513 પોઝિટિવ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે 38 લોકોનાં મોત નિપજ્યા છે. આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર જે નવા કેસો નોંધાયા, તેમાં સૌથી વધુ અમદાવાદમાં 330 કેસો, સુરતમાં 86 કેસો, વડોદરામાં 39 કેસો, ગાંધીનગરમાં 11 કેસોનો સમાવેશ થાય છે.
 
આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 22067 થઈ ગયો છે. તો આ દરમિયાન વધુ 38 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃતાંક 1358 થઈ ગયો છે. તો આ 24 કલાક દરમિયાન 366 દરદીઓ સારવાર બાદ કોરોનામુક્ત પણ થયા છે.
 
રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5573 છે. જેમાંથી  61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5512 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમા 25, સુરતમાં 4, આણાંદ,‍અરવલ્લી,‍ભાવનગર, બનાસકાંઠા,‍ખેડા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 વ્યક્તિઓના મૃત્યું થયા છે.