મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (21:40 IST)

આ યુવતીના શરીરમાં છે બે ગ્રીવા, ખોલ્યા જીવનના રહસ્ય

આને પ્રકૃતિનો ચમત્કાર જ કહી દો કે એક સ્ત્રી પોતે જ સામે ચાલીને બતાવે છે કે તેના શરીરમાં એક નહી બે યોનિ છે. ફક્ત યોનિ જ નહીં પરંતુ બે ગર્ભાશય અને બે ગ્રીવા છે. શરીરમાં બે યોનિના મામલા જોઈશુ તો પાંચ કે સાત મહિલાઓ આવી હશે, પરંતુ હજી સુધી ફક્ત બે મહિલાઓએ આ સત્યને સ્વીકારવાની હિમંત દર્શાવી છે.
 
યુટ્યુબની પ્રખ્યાત બ્લોગર કસાન્ડ્રા બૈકસને સૌ પ્રથમ પોતાના ચાહકોને આ સત્ય કહ્યું છે. બૈકસને કહ્યું કે ઘણાં વર્ષો સુધી હિંમત કર્યા પછી તેણે આ સત્ય બતાવવાનુ નક્કી કર્યું કે તે અન્ય છોકરીઓ જેવી નથી. તેના શરીરમાં એક નહી બે યોનિ છે, આ પછી, તેના બ્લોગ પર સવાલોની લાઈન લાગી ગઈ. 
 
એક ચાર્ટ દ્વારા તેણે બતાવ્યુ કે તેના શરીરમાં કેવી રીતે બે યોનિ છે. વૈજ્ઞાનિકોના મતે આ પ્રકારના કેસમાં ફક્ત એક કે બે મહિલા જ આત્યાર સુધી સામે આવી છે.
 
બ્લોગ પર બે યોનિના સમાચાર પ્રકાશિત કર્યા પછી, લોકોએ બૈક્સનના અંગત લાઈફ  પર સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા. કોઈએ તેને પીરિયડ્સને લઈને જિજ્ઞાસા બતાવી તો કોઈએ તેમની પ્રાઈવેટ લાઈફ વિશે જાણવા માંગતુ હતુ. 
 
કસાન્ડ્રાનુ કહેવુ છે કે તેના પીરિયડ્સ સામાન્ય હોય છે. જેનુ કારણ છે કે તેની પાસે બે ફૈલોપિયન ટ્યુબ છે જે એક બીજા સાથે જોડાયેલી છે. જેનાથી તે મહિનામાં એક વાર ટાઈમમાં બેસે છે. 
 
આવો જ એક કિસ્સો 27 વર્ષીય હેઝલ જોન્સનો સામે આવ્યો હતો. તેણે કહ્યું કે યુવાની દરમિયાન તેમને પેટની ખૂબ જ તીવ્ર પીડા સહન કરવી પડી હતી.
 
હેઝલ પણ પોતે જ દુનિયા સમક્ષ આવી હતી અને તેણે સ્વીકાર્યું હતું કે તેના શરીરમાં એક નહિ બે યોનિ છે. હૈજલનુ કહેવુ હતુ કે તે ગભરાય છે કે જયારે બાળકને જન્મ કરવાનો સમય આવશે ત્યારે તેની સાથે શુ થશે.