બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2020 (14:02 IST)

સુરતમાં 6 પોઝિટિવ દર્દીઓ પૈકી 4 સ્થિર જ્યારે 2ની હાલત નાજુક

કોરોનાના શહેરમાં વધુ 11 શંકાસ્પદ દર્દી સામે આવ્યા હતા. જોકે, મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓ સહિત નોંધાયેલા 11 શંકાસ્પદ દર્દીઓ પૈકી 2 દર્દી સહિત 10નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે હાલમાં દાખલ 6 પોઝિટિવ દર્દીઓ પૈકીના 4ની સ્થિતી હાલ સ્ટેબલ હોવાનું તેમજ 2 દર્દીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાત્રી દરમિયાન પણ તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની મદદથી શહેરની તમામ સોસાયટીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ગત રોજ શેહરમાં આવેલી રેપીડ એક્શન ફોર્સ આજે સવારથી લોકડાઉનનો કડક અમલ કરાવવા કામે લાગી ગઈ છે. દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોરોના હોસ્પિટલ ખાતે સફાઈ કામદારને સેનિટાઇઝર અને માસ્ક જેવી વસ્તુઓ ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે કોરોના માટે 250 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં આજે સફાઈ કામદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સફાઈ કામદારને સેનિટાઇઝર અને માસ્ક જેવી વસ્તુઓ ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. એક સામાજીક કાર્યકરે ટ્વિટ દ્વારા ફરિયાદ પણ કરી હતી કે, બહાર નિકળતા સફાઈ કામદારોને પોલીસની હેરાનગતિ પણ થાય છે.