શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (13:28 IST)

રન લેતી વખતે પિચ પર બેટ્સમેનનુ મોત... VIDEO

નોએડામાં કોર્પોરેટ લીગ

cricket heart attack
-  34 વર્ષના બેટ્સમેનને ક્રિકેટની પિચ પર હાર્ટ અટેક
- ફિલ્ડિંગ ટીમના ખેલાડીએ  CPR આપીને કરી કોશિશ
- હોસ્પિટલ પહોચતા જ વિકાસને મૃત જાહેર
cricket heart attack


નોએડામાં 34 વર્ષના વેટરને ક્રિકેટની પિચ પર હાર્ટ અટેક આવી ગયો. સાથી બૈટર અને ફિલ્ડિંગ ટીમના ખેલાડી તેને CPR આપતા રહ્યા. પણ ખેલાડીનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. 34 વર્ષના મૃતક વિકાસ નેગી એંજીનિયર હતા. જે નોએડામાં કોર્પોરેટ લીગમાં મેચ રમી રહ્યા હતા. 
 
14 મી ઓવરમાં આવ્યો હાર્ટ અટેક... જાણો એ સમયે શુ થયુ 
નોએડામાં કોર્પોરેટ લીગ દરમિયાન મૈવરિક્સ ઈલેવન અને બ્લૈજિંગ બુલ્સની મેચ રમાય રહી હતી. મૈવરિક્સ ટીમ બેટિંગ કરી રહી હતી. ઉમેશ કુમાર અને વિકાસ પિચ પર હતા. 14મી ઓવર ચાલી રહી હતી. ઉમેશે ચોક્કો લગાવ્યો. વિકાસ નૉન સ્ટ્રાઈકર એંડ પરથી તેમને શુભેચ્છા આપવા માટે સ્ટ્રાએકર એંડ તરફ ગયો. ઉમેશ પાસે પહોચતા પહેલા જ વિકાસ પિચ પર પડી ગયો. 

 
આ જોઈને બંને ટીમોના ખેલાડી પિચ પર દોડી ગયા. કેટલાક ખેલાડીઓએ વિકાસનો જીવ બચાવવા માટે તેમને CPR આપ્યો. તેને થોડીવાર જમીન પર બેસાડી રાખવામાં આવ્યો. જ્યારે તબિયતમાં સુધાર ન થયો તો તેમને નોએડાના નિકટના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પણ ત્યા સુધી ઘણુ મોડુ થઈ ચુક્યુ હતુ. હોસ્પિટલ પહોચતા જ વિકાસને મૃત જાહેર કરવામાં આવ્યો. 
 
7 રન પર બૈટિગ કરી રહ્યા હતા નેગી 
હાર્ટ અટેક પહેલા વિકાસ પોતાની ટીમ માટે 7 રન બનાવીને બૈટિગ કરી રહ્યા હતા. તેણે 6 બોલ રમી હતી. ત્યારે તેની ટીમનો સ્કોર 13.5 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 143 રન હતો. મુકાબલો યુટ્યુબ પર લાઈવ બ્રોડકાસ્ટ થઈ રહ્યો હતો. બ્લેજિંગ બુલ્સે પહેલા બૈટિંગ કરતા 19.2 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 183 રન બનાવ્યા હતા.