રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2023 (16:46 IST)

IND vs AUS : ટીમ ઈંડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર, શ્રેણી જીતની તૈયારી

TEAM INDIA
IND vs AUS Probable India Playing XI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે વનડે શ્રેણી ખતમ થવાની છે. ત્રણ મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેહ 22 માર્ચના રોજ ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં રમાશે.  આ માટે ભારતીય ટીમ ચેન્નઈ પહોંચી ચુકી છે. ત્રીજી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.  કારણ કે આ મેચ નક્કી કરશે કે સીરિઝનો વિજેતા કોણ હશે. 

આ સીરિઝ પછી ટીમ ઈંડિયાના બધા ખેલાડી અને ઓસ્ટ્રેલિયાના પણ કેટલાક ખેલાડી આઈપીએલ 2023માં સામેલ થવા માટે પોતપોતાની ટીમના કૈપમાં જતા રહેશે. એટલે કે આ શ્રેણી પછી ટીમ ઈંડિયાના બધા ખેલાડી અને ઓસ્ટ્રેલિયાના પણ કેટલાક ખેલાડી આઈપીએલ 2023મા બાગ લેવા માટે પોત પોતાની ટીમના કૈપમાં જતા રહેશે.   મતલબ આઈપીએલ પહેલા ભારતીય ટીમનો આ અંતિમ મુકાબલો રહેશે.  આ દરમિયાન હવે સવાલ એ ઉભો થાય છે કે અંતિમ મેચ માં ટીમ ઈંડિયાની પ્લેઈંગ ઈલેવન શુ હશે. શુ બીજી મેચમાં હાર પછી કપ્તાન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ કોઈ ફેરફાર કરશે કે નહી. ચાલો જરા આ વાત નજર નાખીએ 
 
રોહિત શર્માની કપ્તાનીમાં વર્ષ 2023માં પહેલી વનડે મેચ હારી ટીમ ઈંડિયા 
 
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા નહોતો, તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ ટીમની કપ્તાની કરી અને ટીમને જીત અપાવી. આ મેચમાં પણ ભારતીય ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું, પરંતુ કેએલ રાહુલની લડાયક ઈનિંગ્સને કારણે ટીમ ઈન્ડિયાએ કોઈક રીતે મેચ બચાવી લીધી. રોહિત શર્માની ગેરહાજરીને કારણે ઇશાન કિશન અને શુભમન ગીલે ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ રોહિત શર્માની વાપસી થતાં જ ઇશાન કિશનને પડતો મૂકવામાં આવ્યો હતો.  જોકે, પ્રથમ અને બીજી મેચમાં ભારતીય ટીમની ઓપનિંગ ભાગીદારી કંઈ ખાસ બતાવી શકી ન હતી. તે જ સમયે ત્રીજા નંબર પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરવામાં સફળ થઈ શક્યો નથી. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર અત્યાર સુધી એક પણ મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. બીજી બાજુ, સૂર્યકુમાર યાદવ, જે હાલમાં ICC રેન્કિંગમાં નંબર વન T20 બેટ્સમેન છે, તે ODIમાં તે પ્રકારની ઇનિંગ્સ રમી શકતો નથી. બીજી મેચ હાર્યા પછી પણ આ ટોપ ઓર્ડરમાં થોડો ફેરફાર થશે, તેની શક્યતાઓ ઘણી ઓછી છે.  કેએલ રાહુલે પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ રમીને પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે, જ્યારે હાર્દિક પંડ્યા અત્યાર સુધી એક પણ મેચ વિનિંગ ઇનિંગ રમી શક્યો નથી, પરંતુ તે પણ રમતા જોવા મળશે. સાથે જ રવિન્દ્ર જાડેજા પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યો છે. બાકી પ્રશ્ન હવે અક્ષર પટેલનો છે. પહેલા મેચમાં શાર્દુલ ઠાકુર રમ્યા હતા પણ બીજી મેચમાં પિચને જોતા તેમને હટાવીને અક્ષર પટેલને તક આપવામાં આવી. ચેન્નઈની પિચ પણ સ્પિનર્સ માટે મદદરૂપ હોય છે. એવુ માનવુ જોઈ કે અક્ષર પટેલ રમશે.  જો આવુ થશે તો વોશિંગટન સુંદરને હજુ રાહ જોવી પડશે. 
 
ટીમ ઈન્ડિયાની બોલિંગમાં વધુ ફેરફાર થવાની શક્યતા ઓછી 
હવે બોલિંગની વાત કરીએ. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ બીજી મેચમાં એક પણ વિકેટ લઈ શક્યા નહોતા, પરંતુ પ્રથમ મેચ યાદ કરો, જેમાં બંનેએ સારી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર કરતા રોક્યા હતા.  એટલે કે માનવામાં આવી રહ્યું છે કે આ બંને ખેલાડીઓ રમશે અને જયદેવ ઉનાદકટને ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા માટે રાહ જોવી પડશે. કુલદીપ યાદવનું સ્થાન પણ લગભગ પાક્કુ છે. એટલે કે યુઝવેન્દ્ર ચહલ હવે ટીમ ઈન્ડિયા માટે નહીં રમી શકે, તેમના ફેંસ તેમને ફરીથી આઈપીએલમાં જ પોતાની ટીમ માટે રમતા જોઈ શકશે. એકંદરે એ માનવું છે કે બીજી મેચની પ્લેઈંગ ઈલેવન બાદ ત્રીજી મેચમાં બહુ ફેરફાર નહીં થાય. પરંતુ છતા પણ જ્યારે રોહિત શર્મા એક વાગ્યે ચેન્નઈમાં ટોસ માટે મેદાનમાં ઉતરશે ત્યારે જ ખબર પડશે કે શું બદલાયું છે.
 
ત્રીજી મેચ માટે ભારત વિ ઓસ્ટ્રેલિયા પોસિબલ પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.