India vs Australia 4th Test Day 2- વિરાટ-યશશ્વી પર આશા બંધાઈ, ભારતને મોટી ભાગીદારીની જરૂર છે
India vs Australia - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે સ્ટીવ સ્મિથની 140 રનની ઇનિંગની મદદથી પ્રથમ દાવમાં 474 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારત માટે જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી અને સૌથી વધુ ચાર વિકેટ લીધી. તેમના સિવાય રવિન્દ્ર જાડેજાએ ત્રણ અને આકાશ દીપને બે વિકેટ મળી હતી. બંને ટીમો વચ્ચેની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે.
યશસ્વીએ ફિફ્ટી ફટકારી
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે મેચમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. આ તેની કારકિર્દીની ચોથી ફિફ્ટી છે. આ સાથે ભારતનો સ્કોર પણ 100ને પાર કરી ગયો છે.
વિરાટની કવર ડ્રાઈવે શો ચોરી લીધો
ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પેટ કમિન્સની બોલ પર આકર્ષક કવર ડ્રાઈવ ફટકારીને શોની ચોરી કરી હતી. આ શોટ તેનો આત્મવિશ્વાસ વધારશે.