બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 19 જૂન 2017 (08:08 IST)

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો ધબડકો

ઓવલઃ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનના 339 રનના પડકારનો પીછો કરતા ભારતે 30.3 ઓવરમાં 158 રને ઓલ આઉટ થઈ ગયું હતું. ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 180 રને પરાજય આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ 76 રન હાર્દિક પાંડ્યાએ બનાવ્યા હતા. અશ્વિન, બુમરાહ, ભુવનેશ્વર કુમાર 1-1 રને આઉટ થયા હતા.  જાડેજા 15,  ધોની 4 રને,  યુવરાજ સિંહ 22 રને આઉટ થયો હતો. આ અગાઉ શિખર ધવન 21,   વિરાટ કોહલી 5 અને રોહિત શર્મા શૂન્ય રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિર અને હસન અલીએ 3-3 વિકેટ ઝડપી હતી.
 
આજની જીત સાથે સ્પર્ધામાં ગ્રુપ-Bની લીગ મેચમાં ભારતના હાથે 124 રનથી થયેલી જબ્બર હારનો પાકિસ્તાને બદલો લઈ લીધો છે. ભારતનો આજનો પરાજય વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે સૌથી ખરાબ બન્યો છે. અગાઉ, ભારત પાકિસ્તાન સામે 159 રનથી હાર્યું હતું.
 
 
મોહમ્મદ અમીર – ભારતની પહેલી 3 વિકેટ પાડી
આજે 339 રનના ટાર્ગેટને ચેઝ કરનાર ભારત તરફથી માત્ર એક જ બેટ્સમેન – હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના બોલરોની ધુલાઈ કરવાની હિંમત બતાવી હતી. એણે માત્ર 43 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 76 રન ફટકારીને ઓવલમાં હાજર દર્શકોનું મનોરંજન કર્યું હતું. અંતે, રવિન્દ્ર જાડેજાની ભૂલને કારણે તે રનઆઉટ થયો હતો. આઉટ થતાં પહેલાં પંડ્યાએ શાદાબ ખાનને 3 બોલમાં 3 સિક્સ અને ફખર ઝમાનને બે બોલમાં બે સિક્સ ફટકારી હતી.
 
પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ અમીરે કેપ્ટન વિરાટ કોહલી સહિત પહેલા ત્રણ ભારતીય બેટ્સમેનને સસ્તામાં આઉટ કરીને ભારતીય બેટિંગની કમ્મર તોડી નાખી હતી. અન્ય ફાસ્ટ બોલર હસન અલીએ પણ 3 વિકેટ લીધી હતી. અમીરે રોહિત શર્મા (0), વિરાટ કોહલી (5) અને શિખર ધવન (21)ને આઉટ કર્યા હતા તો હસન અલીના શિકાર હતા મહેન્દ્ર સિંહ ધોની (4), અશ્વિન (1) અને જસપ્રીત બુમરાહ (1). હસન અલી સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
 
ફખર ઝમાનને પ્લેયર ઓફ ધ મેચ અને હસન અલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવ્યો હતો. હસન અલીએ કુલ 13 વિકેટ લીધી હતી.
 
યુવરાજ સિંહ (22) અને કેદાર જાધવ (9)ને આઉટ કરવામાં સફળ થયો હતો સ્પિનર શાદાબ ખાન. જુનૈદ ખાને રવિન્દ્ર જાડેજા (15)ને આઉટ કર્યો હતો.
 
મોહમ્મદ અમીરે ભારતના દાવની પહેલી જ ઓવરના ત્રીજા બોલે શર્માને આઉટ કર્યો હતો અને ત્યારબાદ ત્રીજી ઓવરમાં કોહલીની વિકેટ પાડીને ટીમ ઈન્ડિયાને આકરો ફટકો માર્યો હતો.