IND W vs ENG W T20 WC 1st Semi Final Match: ભારતે રચ્યો ઈતિહાસ, પહેલીવાર પહોંચ્યુ વિશ્વકપના ફાઈનલમાં
ભારત અને ઈગ્લેંડ વચ્ચે ગુરૂવારે સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર રમાનારા મહિલા ટી-20 વિશ્વ કપની પ્રથમ સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે અને આ કારણે ભારતે પહેલીવાર વિશ્વકપના ફાઈનલમાં પગ મુક્યો છે. મેચની શરૂઆતથી જ વરસાદ આવી રહ્યો હતો અને મેચ હોવાની સ્થિતિ ન બનતી જોઈ મેચ રદ્દ થઈ ગઈ. ફાઈનલમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્ર્લિયા સાથે થશે. જેની વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ આ મેદાન પર રમાવાની છે. આ મેચ પર પણ વરસાદની શક્યતા છે.
UPDATES-
- આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે અને ભારતને સીધી ફાઈનલમાં એંટ્રી મળી છે.
- ભારત-ઈગ્લેંડની વચ્ચે સિડનીમાં થઈ રહેલ મેચમાં ભારે વરસાદની આશંકા પહેલા હતી. આઈસીસીના નવા નિયમો મુજબ પરિણામ કાઢવા માટે ઓછામાં ઓછી 10-10 ઓવરની રમત હોવી જરૂરી છે. પહેલા આ નિયમ 5-5 ઓવરનો હતો
- આ મેચ પર વરસાદનો ભય છે. વરસાદને કારણે નિર્ધારિત સમય પર ટૉસ થઈ શક્યો નથી. જો આ મેચ રદ્દ થઈ જાય છે તો ભારતને ગ્રુપ એ માં ટૉપ પોઝિશન પ્રાપ્ત કરવાને કારણે ફાઈનલમાં એંટ્રી મળી જશે.