બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By વેબદુનિયા ન્યુઝ ડેસ્ક|
Last Updated : ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (15:43 IST)

પાકિસ્તાની ક્રિકેટરોને પત્નીના રૂપમાં ભારતીય યુવતીઓ કેમ ગમે છે ? હવે ભારતની શમિયા બની હસન અલીની બેગમ..

પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ ભારતીય એયરોનૉટિકલ એંજિનિયર સામિયા આરજુથી દુબઈમાં લગ્ન કરી લીધા. ખૂબ જ નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમં બંનેયે લગ્ન કર્યા. હસન અલી એ પાકિસ્તાની ક્રિકેટરોની લિસ્ટમાં સામેલ થઈ ગયા. જેમણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. 
 
પ્રેમ ન તો જાતિ જુએ છે ન તો ધર્મ અને ન તો દેશની સરહદ. પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણી ક્રિકેટ મેચ રમાતી હતી.  પાકિસ્તાન ક્રિકેટર અને ભારતીય મોડલ્સ, અભિનેત્રીઓમાં તાલમેલ વધતો અને પછી તે લગ્નમાં ફેરવાય જતો. આવો જાણીએ એ પાકિસ્તાની ક્રિકેટરો વિશે જેમણે ભારતીય યુવતીઓ સાથે લગ્ન કર્યા. 
શોએબ મલિક-સાનિયા મિર્જા - તાજેતામાં  આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુકેલા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 2010માં ભારતીય ટેનિસની સ્ટાર ખેલાડી સાનિયા મિર્જા સાથે લગ્ન કરી લીધા અહ તા.  જો કે મલિકે સાનિય સાથે લગ્ન પહેલા વર્ષ 2000માં આયેશા સિદ્દીકીથી સાથે લગ્ન કર્યા હતા. પણ સાનિયા સાથે લગ્ન કરતા પહેલા તેણે પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા. એક બાજુ જ્યા શોએબે સંન્યાસ લઈ લીધો છે તો બીજી બાજુ સાનિયા ભારત માટે ટેનિસ કોર્ટમાં કમબેક કરવાની તૈયારીમાં છે.  સાનિયાની કમબેકની આશા 2020 સુધી લગાવવામાં આવી રહી છે. બંનેનો એક પુત્ર પ છે. 
મોહસીન ખાન રીના રોય -  એંશીના દસકામાં પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર મોહસિન ખાને ભારતીય સિનેમાની અભિનેત્રી રીના રૉય સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે પાકિસ્તાન નહી પણ મુંબઈમાં જ વસી ગયા હતા. આ બંનેની એક પુત્રી થઈ જેનુ નામ જન્નત મુકવામાં આવ્યુ. ત્યારબાદ મોહસિન અને રીના વચ્ચે તકરાર થવા માંડી અને છુટાછેડા લઈને મોહસિન પોતાની પુત્રી જન્નત સાથે પાકિસ્તાન જતા રહ્યા. 
રીતા પર આવ્યુ અબ્બાસનુ દિલ - પાકિસ્તાની ક્રિકેટર ઝહીર અબ્બાસે પોતાની સંબંધી નસરીન સાથે લગ્ન કર્યા હતા. જેના દ્વારા તેમને ત્રણ પુત્રીઓ હતી. ત્યારબાદ લંડનમાં અબ્બાસની મુલાકાત ભારતીય મહિલા રીતા લુથરા સાથે થઈ.  મુલાકાતો પ્રેમમાં બદલાઈ અને અબ્બાસે લુથરા સાથે 1988માં લગ્ન કરી લીધા. અબ્બાસે પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા હતા. પછી રીત લુથરાનુ ધર્માતરણ કરી તેમનુ નામ સમીના અબ્બાસ કરી દેવામાં આવ્યુ.