શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (22:14 IST)

રવીન્દ્ર જાડેજા સાથે રન આઉટ થયા બાદ સરફરાઝ ખાનનું પહેલું નિવેદન, કહ્યું- આ રમત...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટના મેદાન પર રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચના પ્રથમ દિવસની રમત ભારતીય ટીમના નામે છે તેમ કહી શકાય.દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ તેના પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. ત્રીજી ટેસ્ટમાં  ભારતીય ટેસ્ટ ટીમના પ્લેઇંગ 11માં સામેલ  સરફરાઝ ખાનની 62 રનની ઇનિંગ જોવા મળી, જો કે તે રન આઉટ થયો અને દિવસની રમત સમાપ્ત થાય તે પહેલા જ પેવેલિયન પરત ફર્યો. હવે સરફરાઝ ખાને આ અંગે પહેલું નિવેદન આપ્યું છે, જેમાં તેણે આ વાતને રમતનો એક ભાગ ગણાવ્યો છે.
 
આવું  રમતમાં થતું રહે છે 
સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની સમાપ્તિ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રન આઉટ વિશે કહ્યું કે તે રમતનો એક ભાગ છે. આવી ક્ષણો ક્રિકેટમાં ઘણી વખત જોવા મળે છે. ક્યારેક તમે રન આઉટ થાઓ છો તો ક્યારેક તમને રન મળે છે. મેં લંચ દરમિયાન જાડેજા સાથે વાત કરી અને તેને કહ્યું કે રમતી વખતે મારી સાથે વાત કરવાનું ચાલુ રાખો. મને રમતી વખતે વાત કરવી ગમે છે. મેં તેમને કહ્યું કે જ્યારે હું બેટિંગ કરવા જઉ ત્યારે રમતી વખતે મારી સાથે વાત કરતા રહે. તે બોલતો રહ્યા અને બેટિંગ વખતે મને ઘણો સાથ આપ્યો.
 
હું શરૂઆતના કેટલાક બોલ પર નર્વસ હતો
રાજકોટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી જોવા મળી હતી. આ દરમિયાન સરફરાઝ ખાને તેની બેટિંગ માટે લગભગ 4 કલાક રાહ જોવી પડી હતી. આ અંગે સરફરાઝે કહ્યું કે ક્રિઝ પર આવ્યા બાદ હું શરૂઆતના કેટલાક બોલ પર નર્વસ થઈ ગયો હતો. પણ મેં એટલી પ્રેક્ટિસ કરી અને એટલી મહેનત કરી કે બધું બરાબર થઈ ગયું. મેદાન પર તેના પિતાની હાજરી અંગે તેણે વધુમાં કહ્યું કે ભારત માટે રમવાનું મારા પિતાનું સપનું હતું પરંતુ કમનસીબે કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં.  તેઓએ મારા પર સખત મહેનત કરી અને હવે તે મારા ભાઈ સાથે પણ કરી રહ્યા છે. આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ છે. રન અને પ્રદર્શન મારા મગજમાં એટલું નહોતું જેટલું હું મારા પિતાની સામે ભારત માટે રમીને ખુશ હતો.