ટીમ ઈંડિયાના આ દિગ્ગજ ખેલાડી પર બનશે બોલીવુડ ફિલ્મ, રણબીર કપૂરને મળશે લીડ રોલ

sourav ganguly
નવી દિલ્હી:| Last Modified ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (16:54 IST)
મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni), સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને મોહમ્મદ અઝહરુદ્દીન(Mohammad Azharuddin) બાદ હવે સૌરવ ગાંગુલી(Sourav Ganguly)ના જીવનને મોટા પડદા પર લાવવામાં આવશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન પણ આ બાબતને લઈને ખૂબ જ ખુશ છે.
'દાદા'એ કર્યુ એલાન

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly)એ પોતાના ટ્વિટર એકાઉંટ પર આ અંગેનુ ઓફિશિયલ એલાન કર્યુ છે. તેમણે લખ્યું છે, 'ક્રિકેટ મારું જીવન છે, તેણે મને કોન્ફિડેંસ અને
ચાલવા માટે આત્મવિશ્વાસ આપ્યો છે, આ એવી મુસાફરી છે,
જેને પ્રેમ કરવો જોઈએ, હુ આ વાતને લઈને
ઉત્સાહિત છું કે Luv Films એક બાયોપિક બનાવી રહી છે, જેમાં મારી જર્નીને મોટા પડદા પર જીવંત કરવામાં આવશે.
Luv Films ને મળી જવાબદારી

Luv Films એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે અમે આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ કે
' Luv Films દાદા સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવશે. અમને આવી જવાબદારી આપવામાં આવી તે બદલ સન્માનિત અનુભવી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમે આ મહાન ઇનિંગ્સની રાહ જોઈ રહ્યા છીએ.

રણબીર કપૂર ભજવી શકે છે દાદાનો રોલ

એવી અફવા હતી કે સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવવા માટે ઋત્વિક રોશનની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ પાછળથી એવા અહેવાલો આવ્યા કે બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર દાદાની ભૂમિકા ભજવી શકે છે.


આ પણ વાંચો :