શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 માર્ચ 2021 (18:05 IST)

Jasprit Bumrah Marriage : જસપ્રીત બુમરાહ કરી રહ્યા છે લગ્નની તૈયારી, આ સાઉથ ઈંડિયન અભિનેત્રીએ પણ લીધી રજા

ભારતીય પેસર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈગ્લેંડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં નહી રમે. બુમરાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને તેમને રિલીઝ કરવા માટે કહ્યુ હતુ. જેને બોર્ડે માની પણ લીધુ. બુમરાહ સાથે જ સાઉથ ઈંડિયન ફિલ્મોની અભિનેત્રી અનુપમા પરમેશ્વરન  (Anupama Parameswaran)એ પણ રજા લીધી છે. જેના વિશે તેમણે સોશિયલ મીડિયા પર બતાવ્યુ. 
બુમરાહે અંગત કારણો જણાવીને ચોથી ટેસ્ટ મેચમાંથી પીછેહઠ કરવાની વાત કરી છે. એવી અટકળો કરવામાં આવી રહી હતી કે ઈજા કારણ હોઇ શકે, પરંતુ હવે એક અલગ જ વાત સામે આવી રહી છે. બીસીસીઆઈના એક અધિકારીએ ખુલાસો કર્યો છે કે બુમરાહે તેના લગ્નની તૈયારીઓ માટે રજા લીધી છે. આશા છે કે, તેઓ આ અઠવાડિયે લગ્ન કરી શકે છે. જોકે, કોણ લગ્ન કરશે તે અંગે કંઇ કહેવામાં આવ્યું નથી.
 
એએનઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીએ કહ્યું, 'બુમરાહ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેણે તૈયારી માટે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેઓ કોની સાથે અને ક્યારે લગ્ન કરવાના છે તે જાણી શકાયું નથી.
 
25 વર્ષીય અનુપમાએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા સમય પહેલા બુમરાહ અને અનુપમાની ડેટિંગના સમાચાર પણ બહાર આવ્યાં હતાં.