શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (00:33 IST)

ODI વર્લ્ડ કપ 2023 નો નવો શેડ્યુલ થયો જાહેર, ભારત-પાકિસ્તાન સહિત 9 મેચોમાં ફેરફાર

INDIA PAKISTAN
આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આઈસીસીએ ગયા મહિને આ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, પરંતુ હવે કેટલીક મેચોની તારીખો ફરીથી બદલવામાં આવી છે. આઈસીસીએ હવે આ અંગે નવું શિડ્યુલ જાહેર કર્યું છે. જ્યાં ભારત અને પાકિસ્તાનની મેચ સહિત કુલ 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની બે મેચની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાન સામેની મેચ સિવાય નેધરલેન્ડ સામેની મેચ પણ સામેલ છે.
 
ICC દ્વારા આ મેચોમા કરવામાં આવ્યા ફેરફાર 
 
10 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ
10 ઓક્ટોબર: પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા
12 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
ઑક્ટોબર 13: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ
14 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
ઑક્ટોબર 15: ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન
નવેમ્બર 11: ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ
11 નવેમ્બર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
12 નવેમ્બર: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ

શેડ્યુલમાં કેમ કર્યો ફેરફાર 
ભારતમાં રમાનાર ODI વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ હવે આ મેચ 15ને બદલે 14 ઓક્ટોબરે તે જ સ્થળે રમાશે. . ઉલ્લેખનીય છે કે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે. જેના કારણે અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલવી પડી હતી. સાથે જ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ હવે 11 નવેમ્બરના બદલે 12 નવેમ્બરે રમાશે. જેના કારણે ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ દિવાળીના દિવસે રમશે.
 
આ મોટી મેચોની તારીખમાં કર્યો ફેરફાર
હૈદરાબાદમાં શ્રીલંકા સામે પાકિસ્તાનની મેચ હવે 12 ઓક્ટોબરને બદલે 10 ઓક્ટોબરે રમાશે અને લખનૌમાં દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની મોટી મેચ 13 ઓક્ટોબરને બદલે 12 ઓક્ટોબરે રમાશે. તેવી જ રીતે, ન્યુઝીલેન્ડની બાંગ્લાદેશ સામેની મેચ, જે મૂળ 14 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાવાની હતી, તે હવે શુક્રવાર, 13 ઓક્ટોબરે રમાશે.