રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 નવેમ્બર 2020 (14:47 IST)

Happy Birthday Virat Kohli: જ્યારે અનુષ્કા શર્માને ફોન કરીને રડી પડ્યો હતો વિરાટ, ફક્ત આ હતુ કારણ

ટીવી કલાકાર કામ્યા પંજાબીએ પણ કરવા ચોથની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમાં તે માંગમાં સિંદૂર અને લાલ રંગની સાડી પહેરેલી જોઇ શકાય છે.તેનો પતિ પણ તેની સાથે ઉભો છે. કરણ ગ્રોવર સાથે લગ્ન કર્યા પછી બોલીવુડમાંથી ગુમ થઈ ગયેલી બિપાશા બાસુએ પણ કરવા ચોથ ઉજવ્યો 
આજે વિરાટ કોહલીનો જન્મદિવસ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 32 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે જેણે સતત ચાર શ્રેણીમાં ડબલ સદી ફટકારી છે. તેણે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધાં છે અને ટૂંક સમયમાં તે પિતા પણ બનવા જઈ રહ્યો છે, પરંતુ આજે પણ વિરાટ કોહલી એ દિવસોને ભૂલી શકતો નથી જ્યારે તેઓ અનુષ્કા શર્માને ફોન કરીને બાળકોની જેમ રડ્યા હતા. 
લાંબા સમય સુધી અનુષ્કા શર્મા સાથે ડેટિંગ કર્યા બાદ કોહલીએ 11 ડિસેમ્બર 2017 ના રોજ ઇટલીમાં તેની સાથે લગ્ન કર્યા. વિરાટ અને અનુષ્કા એક બીજાને અપાર પ્રેમ કરે છે અને એક બીજાને તેમના કામમાં પ્રોત્સાહિત કરે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મુલાકાત 2013 માં એક શેમ્પૂ એડ દરમિયાન થઈ હતી.
 
અનુષ્કાનો પતિ વિરાટ ક્રિકેટના મેદાનમાં જેટલા આક્રમક દેખાય છેવાસ્તવિક જીવનમાં એટલો જ સંવેદનશીલ છે. એક મુલાકાતમાં વિરાટે કહ્યું હતું કે તે એક વખત અનુષ્કા શર્મા સાથે વાત કરતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો. વિરાટે કહ્યું હતું, 'મને ભારતીય ક્રિકેટ  ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાનો ફોન આવ્યો હતો, આ સાંભળીને મેં અનુષ્કાને ફોન કર્યો.'
વિરાટે આગળ કહ્યું હતું કે તે દરમિયાન હું મારી કારકિર્દીનો પ્રારંભિક તબક્કો યાદ આવવા માંડ્યો, કારણ કે મેં કદી વિચાર્યું પણ નહોતુ  કે મારુ કેરિયર એક  ક્રિકેટ એકેડેમીથી ટેસ્ટ કપ્તાન બનવા સુધી પહોંચી જશે. આ વાતો કહેતા વિરાટ કોહલીના આનંદના આંસુ હતા. મહત્વનું છે કે, વિરાટને વર્ષ 2017 માં ભારતીય ટીમનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
 
વિરાટ મેદાનમાં પણ અનુષ્કાને પ્રેમ બતાવવાનું ભૂલતો નથી. જ્યારે વિરાટ કોહલીએ નવેમ્બર 2014 માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી અને ત્યારબાદ અનુષ્કા શર્માને ઉડતી કિસ આપી હતી. તો આ વીડિયો રેકોર્ડ વાયરલ થયો હતો. તાજેતરમાં જ એક અન્ય વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની પ્રેગનેંટ પત્નીને ખોરાક વિશે પૂછે છે. આ દંપતી જાન્યુઆરીમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવાના છે.