બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (23:05 IST)

WTC FINAL IND vs NZ Day 4 UPDATES: વરસાદને કારણે ચોથા દિવસનો ખેલ ખતમ, ન ફેકી શકાઈ એક પણ બોલ

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે સાઉથમ્પટનમાં રમાય રહી છે. આજે ચોથા દિવસની રમત સમયસર શરૂ ન થઈ અને એક પણ બોલ ફેંકી ન શકાઈ. સતત વરસાદને કારણે ચોથા દિવસની રમતને રદ્દ કરવી પડી. આ ઐતિહાસિક ટેસ્ટ મેચ 18 જૂનના જ શરૂ થઈ હતી.  18 જૂનના રોજ પણ વરસાદને કારને ટૉસ પણ નહોતો થઈ શક્યો. ત્યારબાદ મેચના બીજા અને ત્રીજા દિવસ મળીને અત્યાર સુધી માત્ર 141.1 ઓવરની જ મેચ રમાઈ શકી છે. આઈસીસીએ આ મેચ માટે 23 જૂન રિઝર્વ ડેના રૂપમાં રાખ્યો છે. વર્તમાન પરિસ્થિતિને જઓતા એવુ લાગી રહ્યુ છેકે આ ટેસ્ટ ડ્રો જ થશે અને ભારત અને ન્યુઝીલેંડના સંયુક્ત રૂપમાં વિજેતા જાહેર કરવામાં આવશે. 
 
 
- વરસાદને કારણે ચોથા દિવસનો ખેલ બોલને ફેંક્યા વિના બોલાવવામાં આવ્યો હતો. ચોથા દિવસથી સાઉથમ્પટનમાં સતત વરસાદ પડી રહ્યો છે. વચ્ચે વચ્ચે વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ તે પછી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ચોથા દિવસનો ખેલ બોલાવવો પડ્યો હતો.