મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (09:46 IST)

રાજકોટ- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ક્રિકેટર અવી બારોટનુ હ્રદયરોગના હુમલાથી મોત

ટી 20 મેચમાં 53 બોલમાં 122 રનનો બનાવ્યો હતો રેકોર્ડ

અવી બારોટનું ગઇકાલે રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત થયુ છે. તેઓ માત્ર 29 વર્ષના હતા. અવી બારોટ સારા બેટ્સમેન અને વિકેટકિપર હતા. બે દિવસ પહેલા ગુજરાત સામેની રણજીટ્રોફીમાં 45  બોલમાં 72  રન ફટકાર્યા હતા. આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 38 બોલમાં 122 રન ફટકાર્યા હતા. અવી બારોટના નિધનથી SCA એ શોક વ્યક્ત કર્યો. SCAના ચેરમેન જયદેવ શાહે અવી બારોટને શ્રધ્ધાંજલિ આપી છે.
અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. તેમના મૃત્યુ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને માહિતી આપી હતી. ભૂતપૂર્વ ભારતીય અંડર -19 કેપ્ટન અવી બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો એક ભાગ હતો જેણે 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
 
અવી બારોટનુ કેરિયર 
અવી બારોટ જમણા હાથનો વિકેટકીપર બેટ્સમેન હતો. આ સિવાય તે ઓફ બ્રેક બોલિંગ પર કરી લેતો હતો. તેણે પોતાના કેરિયરમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ A મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી-20 માં 717 રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 સિઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ત્યારે અવી બારોટ તેમા સામેલ હતા.  સૌરાષ્ટ્ર માટે, તેમણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી.