મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (12:13 IST)

Crime news - પતિના મોત પર પહેલા ખૂબ રડી પછી ઘરની સરસ સફાઈ કરી નાખતા પોલીસને ગઈ શંકા અને ખુલ્યો ભેદ

રાજસ્થાનના સીકરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા તેના ઘરની બહાર એક યુવકની લાશ મળી આવી હતી તે ઘટનાનો પર્દાફાશ થયો છે. યુવકની તેની પત્નીએ હત્યા કરી હતી. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી  પતિની હત્યા કર્યા બાદ પત્નીએ પોતે જ પતિની લાશ ઘરની બહાર મુકી  દીધી હતી અને તે ખૂબ રડતી હતી.  પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે.
 
પોલીસ સ્ટેશન ઓફિસર ઈન્દ્રરાજ મરોડિયાએ જણાવ્યું કે, પૂર્ણરામનો મૃતદેહ ઘરની બહાર રોડ કિનારે પડેલો હતો. તેની પત્ની સુનીતા તેની પાસે બેસીને રડી રહી હતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં પહોંચી ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમે પુરાવા પણ એકઠા કર્યા હતા. પૂર્ણરામના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન હતા. પોલીસે આસપાસના અને પરિવારજનોની પૂછપરછ કરતાં તેને દારૂ પીવાની લત હોવાનું બહાર આવ્યું હતું. દારૂ પીધા બાદ તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો.
 
તપાસમાં જાણવા મળ્યું કે ઘટના બાદ પૂર્ણરામનો રૂમ સાફ હતો અને રૂમ પણ ગોઠવાયો હતો. તેમજ ઘરના ગેટ સુધી સફાઈ કરવામાં આવી હતી. વહેલી સવારને બદલે મોડી રાત્રે સફાઈ થઈ રહી હતી. . સામાન્ય રીતે આવું કોઈ કરતું નથી. જ્યારે પોલીસે મૃતક પૂર્ણરામની પત્નીને શંકાસ્પદ જણાતાં પૂછપરછ કરી તો તેણે કહ્યું કે સવારે તેને ઘર સાફ ન કરવુ પડે તેથી તેણે રાત્રે સફાઈ કરી લે છે.  દરેક વખતે  મૃતકની પત્ની સુનીતાએ અલગ-અલગ વાત કરી તેથી પોલીસને તેના પર શંકા ગઈ અને કડકાઈથી પૂછપરછ કરતા આખરે તેણે ગુનો કબૂલી લીધો.