ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (12:14 IST)

પરિવારે મૃતકનો મોબાઇલ ચેક કરતાં ખબર પડી કે યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવકને ફસાવ્યો

યુવતીએ​​​​​​​ બ્લેકમેલિંગ કરતાં અગાઉ પણ યુવકે ફોન કરી આપઘાત કરવાની ચીમકી આપી હતી
 
સુરતમાં રાંદેરના ઉગત-ભેસાણ રોડ પર રહેતા કોમ્પ્યુટર ઓપરેટર સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી યુવતીએ બ્લેકમેલ કર્યો હતો. મૃતકનો મોબાઇલ ચેક કરતાં ખબર પડી કે 20 હજાર રૂપિયા ખંખેર્યા બાદ વધુ રૂપિયા માગી યુવતીએ સતત બ્લેકમેલ કરતા યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
 
યુવકે 31મી ઓક્ટોબરે ઘરમાં ફાંસો ખાધો હતો
મૂળ ઓલપાડનો અને ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે 31મી ઓક્ટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારને સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં યુવક સાથે યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો.
 
સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો
યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો હતો. જોકે, વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માગણી ચાલુ જ રાખી હતી.
 
20 હજાર લીધા બાદ વધુ રૂપિયાની માંગણી કરી
સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓક્ટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલિટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી.