ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (11:13 IST)

લગ્નની તૈયારીઓ વચ્ચે વરરાજાની હત્યા

murder
-  મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા
- તિલકના 26 ફેબ્રુઆરીએ અને તેના લગ્ન 2 માર્ચના રોજ થવાના હતા
- લોકોએ આરા સદર હોસ્પિટલ પાસે રોડ બ્લોક કરી દીધો
 
બિહારમાં આરાના મુફસ્સિલ પોલીસ મથકમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. એવુ બતાવાય રહ્યુ છે કે તેને ચાર ગોળીઓ મારવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તરના લોકો આક્રોશિત થઈ ગયા. તેમણે આરા સદર હોસ્પિટલની પાસે રસ્તા જામ કરી દીધા. પોલીસનુ કહેવુ છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
આ ઘટના પોલીસ ક્ષેત્રના શોભી ડુમરા ગામની પાસે બની છે. અહી હથિયારોથી લેસ બદમાશોએ સરેઆમ તાબડતોબ ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકની ઓળખ નગર પોલીસ મથક ક્ષેત્રના બાબૂ બાજાર ચરપુલવા મોડ નિવાસી બિરેન યાદવના પુત્ર અભિષેક ઉર્ફ અંગદ કુમાર (27 વર્ષ)ના રૂપમાં થઈ છે. 
 
તે પીચડી વિભાગમાં શહેરના શહીદ ભવન સ્થિત પાણીની ટાંકી પર ઓપરેટરના રૂપમાં કામ કરતો હતો.  26 જાન્યુઆરીના રોજ તિલક અને 2 માર્ચના રોજ તેના લગ્ન થવાના હતા.  
પરિવારના સભ્યો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. દરમિયાન તેમના મૃત્યુના સમાચાર મળતા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેની હત્યાથી પરિવાર અને વિસ્તારના લોકોમાં રોષ ફેલાયો હતો.
 
'કોઈનો ફોન આવ્યા પછી ભાઈ ઘરની બહાર ગયો હતો 
 
લોકોએ આરા સદર હોસ્પિટલ પાસે રોડ બ્લોક કરી દીધો હતો. જામની માહિતી મળતાં જ આરા સદર એસડીપીઓ પરિચય કુમાર અને ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કોઈક રીતે રોષે ભરાયેલા લોકોને સમજાવીને જામ હટાવ્યો હતો. મૃતકના મોટા ભાઈ હરેન્દ્ર ઉર્ફે ડોમા યાદવે જણાવ્યું કે, બપોરે 3 વાગ્યાની આસપાસ કોઈનો ફોન આવતા મારો ભાઈ ઘરેથી નીકળી ગયો હતો.