ધોરણ 10માં નાપાસ હત્યારા પ્રેમીએ સાઉથની ફિલ્મ ‘RX100’ જોઇને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી
ભાણપુર વડલાવાળા જંગલમાંથી હત્યા કરેલી હાલતમાં સળગાવેલો મૃતદેહ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી સંજેલી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા તે દરમ્યાન આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ બાઈક જેકેટ કપડાં ચપ્પલ સહિતની વસ્તુઓ મળી આવી હતી અને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો. સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજાણી યુવતીની બળેલી હોવાથી લાશ પડી હોવાની જાણ થતાં જ સંજેલી સહિત જિલ્લામાં હાહાકાર મચ્યો હતો.સંજેલી પીએસઆઈ જી બી રાઠવા અને DySP સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. જે બાદ મૃતક કૃતિકા બરંડાના પિતા એ સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક કૃતિકા બરંડાએ પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરવા માગતી હોવાથી તેણે સાઉથની RX100 ફિલ્મ જોઈ અને બે સગીર ની મદદ લઇ દાહોદ સાત બંગલા પાસે તેની હત્યા કરી નાખી હોવાની માહિતી આપી હતી. મૃતકને એક્ટિવા પર જ જેકેટ પહેરાવી અને સંજેલી તાલુકાના ભાણપુર જંગલમાં નાખી અને મૃતદેહને આગ ચાંપી દીધી હતી. 25 મીના રોજ હત્યામાં વપરાયેલ ચપ્પુ સાત બંગલા તળાવમાંથી મળી આવ્યું હતું અને સાંજે સંજેલી કોર્ટમાં આરોપીને રજૂ કરતા 30 મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. જે બાદ હત્યા પ્રકરણમાં વપરાયેલા વધુ પુરાવા એકઠા કરવા માટે સંજેલી psi જી બી રાઠવા, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોહિલ, ભરત પટેલની ટીમે આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરતાં 27 મીના રોજ પાવડી કાંકણ જુસ્સા ડેમમાંથી તરવૈયાઓની મદદથી લાલ અને પીળા કલરનું લોહીના ડાઘવાળા બે જેકેટ પણ મળી આવ્યા હતાં. આ સાથે હજારી ફાર્મ દાહોદ ખાતેથી હત્યા દરમિયાન આરોપીએ પહેરેલાં કપડાં અને ચપ્પલો પણ ફેંકી દીધેલા કબ્જે કર્યાં હતાં. જ્યારે કાળી તળાઇ ડેમમાં ફેંકી દીધેલો મોબાઈલની શોધખોળ દરમ્યાન પણ મોબાઈલ મળી આવ્યો ન હતો. 30 મીના રોજ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલી દેવાયો હતો.